તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:સતત બીજા વર્ષે પણ અષાઢી બીજે ભગવાન મંદિરમાં કોરન્ટાઇન રહેશે

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘર આંગણે દર્શન માટે ભક્તોને વધુ 1 વર્ષ રાહ જોવી પડશે
  • ભગવાનની રથયાત્રા પંચદેવ મંદિરથી નિકળીને મંદિરની પરીભ્રમણા કરીને નીજ મંદિરમાં પરત ફરશે

કોરોનાના હાલમાં કેસ ઓછા હોવાથી કરફ્યુ વચ્ચે અમદાવાદમાં ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રા નિકળી છે. જ્યારે શાંત તરીકે ઓળખ ધરાવતા ગાંધીનગરમાં સતત બીજા વર્ષે પણ ભગવાન નગરચર્યા કરવા નિકળશે નહી. પરંતુ ભગવાનની રથયાત્રા પંચદેવ મંદિરથી નિકળી મંદિરની પરીભ્રમણા કરીને નીજ મંદિરમાં પરત ફરશે. આથી ભક્તોને ઘરઆંગણે ભગવાન દર્શન આપે તેની વધુ એક વર્ષ રાહ જોવી પડશે.કોરોનાની મહામારીને પગલે ગત વર્ષે અષાઢી બીજે ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રા પ્રતિકાત્મક નિકાળવામાં આવી હતી.

પરંતુ ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેર બાદ હાલમાં કેસ પણ નીલ જેવી સ્થિતિમાં નોંધાઇ રહ્યા છે. આથી ભગવાન શ્રીજગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બલભદ્રની રથયાત્રા નિકળશે તેવી આશા રથયાત્રા સમિતિ ગાંધીનગરને હતી. આથી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત 31 કીમીના રૂટમાં ફેરફાર કરીને અગાઉથી માત્ર દસ કીમીનો રૂટ પણ નક્કી કર્યો હતો. પરંતુ રથયાત્રા માટે પોલીસ બંદોબસ્તની માંગણી જિલ્લા પોલીસતંત્ર પાસે કરતા તેમાં અસહમતી દર્શાવી હતી.

આથી પોલીસ બંદોબસ્ત વિના રથયાત્રા કાઢવી હિતાવહ નહી હોવાથી રથયાત્રા સમિતિ દ્વારા પ્રતિકાત્મક રથયાત્રા નિકાળવાનું નક્કી કરાયું છે. જેમાં સોમવાર સવારે 7-00 કલાકે ભગવાન શ્રીજગન્નાથજીની આરતી બાદ ભગવાનની રથયાત્રા પ્રસ્થાન થશે. જે મંદિરની પરિક્રમા કરીને ભગવાનના રથને મંદિર પરિસરમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવશે. જ્યાં કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે ભક્તોને ભગવાનના દર્શન કરાશે.

અન્ય સમાચારો પણ છે...