તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોનાના કારણે સતત બીજા વર્ષે પ્રતીકાત્મક રથયાત્રા નીકળશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12, જુલાઇએ પંચદેવ મંદિર, સે-22થી નીકળીને નાના રૂટ પરથી પસાર થશે

કોરોનાની મહામારીને પગલે સતત બીજા વર્ષે નગરમાં પ્રતિકાત્મક રથયત્રા નિકાળવામાં આવશે. તારીખ 12મી, જુલાઇના રોજ પંચદેવ મંદિર, સેક્ટર-22થી નિકળીને નાના રૂટ ઉપર પસાર થશે. વર્ષમાં એક વખત ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ અષાઢ સુદ બીજના દિવસે નિકળે છે. આથી ધાર્મિક રીતે રથયાત્રાનું લોકોમાં વિશેષ આકર્ષણ રહેલું હોય છે. જોકે છેલ્લા સવા વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે ગત વર્ષે પણ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને મોટાભાઇ બલભદ્દની રથયાત્રા પ્રતિકાત્મક નિકળી હતી.

ત્યારે હજુ કોરોનાની મહામારી સમગ્ર દેશ કે રાજ્યમાંથી નાબુદ થઇ નથી. ભલે હાલમાં કોરોનાની બીજી લહેરના કેસ ઘટી ગયા હોય પરંતુ કોરોનાની સભંવિત ત્રીજી લહેરને નાથવા માટે લોકોની તકેદારી જ એક માત્ર ઉકેલ છે. ત્યારે ધાર્મિક કે સામાજિક મેળાવળા, સભાઓ જેવા ભીડ એકત્રિત થાય તેવા કાર્યક્રમો કરવા જોઇએ નહી. તેમજ સામાજિક અંતર જળવાય તેની પણ કાળજી લેવાય તે માટે ભીડવાળા કાર્યક્રમોને હાલ પુરતા મોકુફ કે પ્રતિકાત્મક કરવા જ લોકોના આરોગ્ય માટે હિતાવહ બની રહેશે.

આથી આવા જ કારણસર રથયાત્રા સમિતિ ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે પણ પ્રતિકાત્મક રથયાત્રા નિકાળવાનું નક્કી કરવામાં આવ્યું હોય તેવી શક્યતા છે. રથયાત્રા સમિતિના મંત્રીના જણાવ્યા મુજબ તારીખ 12મી, જુલાઇ-2021, સોમવારના રોજ સવારે નિયત સમયે પંચદેવ મંદિર, સેક્ટર-22માંથી ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રા નિકળશે અને નિયત કરવામાં આવેલા નાના રૂટ ઉપરથી પસાર થશે. હાલમાં કોરોનાની બીજી લહેરના કેસ ઘટી ગયા હોય પરંતુ કોરોનાની સભંવિત ત્રીજી લહેરને નાથવા માટે લોકોની તકેદારી જ એક માત્ર ઉકેલ છે. આ રથયાત્રા નીકળશે.

અન્ય સમાચારો પણ છે...