કોરોના અપડેટ:ગાંધીનગરમાં સતત બીજા દિવસે મનપા વિસ્તારમાં 59 કોરોનાના કેસો સાથે જિલ્લામાં 91 કેસ નોંધાયા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે માત્ર 18 દર્દી ડિસ્ચાર્જ થયા, 332 એક્ટિવ કેસ
  • શહેરમાં ભૂતકાળની જેમ જ કોરોના ટેસ્ટિંગ ડોમ કાર્યરત કરી દેવાશે

ગાંધીનગરમાં કોરોનાએ સતત છઠ્ઠા દિવસે પણ કાળો કેર વર્તાવી એકસાથે 91 લોકોને શિકાર બનાવી દીધા છે. આજે પણ કોર્પોરેશન વિસ્તારમાં 59 અને ગ્રામ્યમાંથી 32 લોકો સંક્રમિત થતાં કુલ. 91 કેસોની સાથે છ દિવસમાં આંકડો 281 પહોંચી જવા પામ્યો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ 332 પર પહોંચી છે. ત્યારે વધતા જતા સંક્રમણને પગલે રોજના 1800 જેટલા કોરોના ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. ઉપરાંત એક બે દિવસમાં ગાંધીનગરનાં પ્રવેશ દ્વાર સહિતનાં સ્થળોએ ભૂતકાળની જેમ જ ટેસ્ટિંગ ડોમ કાર્યરત કરી દેવામાં આવનાર છે.

ગાંધીનગરમાં ગઈકાલે જિલ્લામાં 85 લોકોને સંક્રમિત કર્યા પછી છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 91 લોકો કોરોનાનો શિકાર બનતા આંકડો ત્રણસોની નજીક એટલે કે 281 સુધી પહોંચી ગયો છે. ગ્રામ્યમાં આજે 32 કોરોનાના કેસો મળી આવ્યા છે. જેમાં દહેગામમાં 37 વર્ષીય આધેડ, ગાંધીનગરના લેકાવાડા 38 વર્ષની મહિલા, crpf માં 65 વર્ષની વૃદ્ધા, 60 વર્ષના વૃદ્ધ, મોટા ચીલોડામાં 78 વર્ષના વૃદ્ધ, પીપળજમાં 59 વર્ષીય વૃદ્ધ, અડાલજમાં 59 વર્ષીય વૃદ્ધ, 53 અને 50 વર્ષીય વૃદ્ધા, 25 વર્ષની યુવતી, 45 વર્ષીય આધેડ, 42 વર્ષની મહિલા, કલોલના બોરીસણા માં 33 વર્ષીય યુવક 11 વર્ષીય વિદ્યાર્થી, 38 વર્ષીય મહિલા, 40 વર્ષીય આધેડ, 56 વર્ષના વૃદ્ધ, 20 વર્ષની યુવતી, કલોલમાં 52 વૃદ્ધ, 53 વર્ષના વૃદ્ધ, 31 વર્ષીય યુવક, 45 વર્ષીય મહિલા, આરસોડિયામાં 55 વર્ષીય વૃદ્ધ, સઈજમાં 55 વર્ષીય વૃદ્ધા, 21 વર્ષનો યુવક, અદાણી શાંતિ ગ્રામમાં 34 વર્ષની મહિલા, 16 વર્ષનો વિદ્યાર્થી,, 42 વર્ષીય આધેડ માણસાના અદાણી શાંતિ ગ્રામમાં 26 વર્ષની યુવતી, બાપુપૂરામાં 22 વર્ષીય યુવતી તેમજ 34 વર્ષીય યુવક મળીને કુલ 34 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

એજ રીતે કોર્પોરેશન વિસ્તારમાં સેકટર - 7 માં 26 વર્ષનો યુવક, 57 વર્ષીય વૃદ્ધા, 24 વર્ષનો યુવક, સુઘડમાં 36 વર્ષની મહિલા, વાવોલમાં 34 વર્ષીય મહિલા 45 વર્ષીય આધેડે 41 વર્ષીય મહિલા, 13 વર્ષીય વિદ્યાર્થી, 21 વર્ષીય યુવતી, કોબામાં 65 વર્ષીય વૃદ્ધ ,25 વર્ષીય યુવક 78 વર્ષીય વૃદ્ધ તેમજ 72 વર્ષીય વૃદ્ધા, સેકટર - 3માં 65 અને 62 વર્ષના વૃદ્ધ, 62 વર્ષીય વૃદ્ધા, 18 વર્ષનો વિદ્યાર્થી, સેકટર - 28માં 38 વર્ષીય મહિલા, 33 વર્ષીય યુવક તેમજ સરગાસણમાં 31 વર્ષીય યુવતી, 15 વર્ષીય વિદ્યાર્થી ,46 વર્ષીય મહિલા, 54 વર્ષીય વૃદ્ધ, 59 વર્ષની વૃદ્ધા, 23 વર્ષીય યુવતી, 60 વર્ષીય વૃદ્ધ ,58 વર્ષની વૃદ્ધા, 31 વર્ષીય યુવક, 29 વર્ષીય મહિલા અને 39 વર્ષીય યુવક, કુડાસણમાં 58 વર્ષીય વૃદ્ધા, 26 વર્ષીય યુવતી, 22 વર્ષીય યુવતી ,59 વર્ષીય વૃદ્ધ ,23 વર્ષીય યુવક ,60 વર્ષીય વૃદ્ધ, 21 વર્ષીય યુવક,29 વર્ષનો યુવક, 19 વર્ષનો વિદ્યાર્થી, 27 વર્ષીય મહિલા, સેકટર - 26માં 24 વર્ષની યુવતી, 27 વર્ષીય યુવક, સેકટર - 9 માં 17 વર્ષનો વિદ્યાર્થી, 50 વર્ષીય વૃદ્ધ, સેકટર - 21માં 58 વર્ષીય વૃદ્ધા પણ કોરોનામાં સપડાયા છે.

ખોરજમાં 29 વર્ષીય મહિલા, સેકટર - 25 માં 18 વર્ષનો વિદ્યાર્થી, 55 વર્ષના વૃદ્ધ, રાયસણમાં 40 વર્ષીય આધેડ, 29 વર્ષીય યુવક, 46 વર્ષીય મહિલા, સેકટર - 5 માં 70 વર્ષીય વૃદ્ધા, સેકટર - 6 માં 23 વર્ષનો યુવક, સેકટર - 13 માં 32 વર્ષીય યુવક તેમજ સેકટર - 7 માં 24 વર્ષીય યુવક મળીને કોર્પોરેશન વિસ્તારમાં આજે 59 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જેની સામે માત્ર 18 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મળી છે.

બીજી તરફ ગાંધીનગરમાં વધતા જતાં કોરોના સંક્રમણના પગલે એક બે દિવસમાં જ કોરોના ટેસ્ટિંગ ડોમની સંખ્યા વધારી દેવામાં આવશે. હાલમાં રોજના 1800 જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. આ અંગે મનપા આરોગ્ય તંત્રના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, એક બે દિવસમાં ભૂતકાળની જેમ જ કોરોના ટેસ્ટિંગ ડોમ કાર્યરત કરી દેવામાં આવશે. અત્યારે આઠ સ્થળોએ કોરોના ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. હવે સ્થિતિને જોતાં ગાંધીનગરના પ્રવેશ દ્વાર સહિત કોરોના ટેસ્ટિંગ ડોમ કાર્યરત કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

ગાંધીનગરમાં માસ્કના કાયદાની અમલવારી માટે પોલીસ પણ સક્રિય કરી દેવાઈ છે. આ અંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને તાબાના અધિકારીઓને પોતાના પોલીસ મથક હદ વિસ્તારમાં માસ્કના કાયદાની જાગૃતિ તેમજ અમલવારી માટે સુચના આપી દેવાઈ છે.

નાયમ મ્યુનિસિપલ કમિશનર પણ સંક્રમિત
મહિલા મ્યુનિસિપલ કમિશનરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. સોમવારે શાળાનાં બાળકોને રસી આપવાના કાર્યક્રમમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉચ્ચ અધિકારીને કોરોના થતાં મ્યુનિ.સ્ટાફમાં ફફડાટ ફેલાયો છે.

7મીએ બાળકો માટે રસીકરણનો મેગા કેમ્પ
કોરોનાની રસી 15થી 18 વર્ષના બાળકોને આપવામાં આવી રહી છે. ત્યારે રસીકરણના ભાગરૂપે તારીખ 7મી, શુક્રવારે મેગા રસીકરણ કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર અને મનપા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેના માટે શાળાઓમાં આરોગ્યની ટીમ દ્વારા રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવશે.

11743 બાળકો સહિત 15504 લોકોને રસી
જિલ્લામાં રસીકરણના ભાગરૂપે ગુરૂવારે 15504 લાભાર્થીઓને રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપ્યો હતો. તેમાં 15થી 18 વર્ષના 11743 બાળકોને રસી આપવામાં આવી હતી. જ્યારે 18 વર્ષથી મોટી ઉંમરના 3761 લાભાર્થીઓને રસી આપી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

જિલ્લામાં તમામ સેવાસેતુ કાર્યક્રમો મોકૂફ રહેશે
જિલ્લામાં કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ મોકૂફ રખાયા છે. કલેક્ટર ડૉ. કુલદીપ આર્યે જણાવ્યું હતું કે ‘દર અઠવાડિયે સેવાસેતુનું આયોજન કરાતું હતું. સાતમા તબક્કાનો આરંભ ઓક્ટોબર-2021માં કરાયો હતો પરંતુ 7 જાન્યુઆરીથી જિલ્લામાં તમામ સેવાસેતુ કાર્યક્રમ ન યોજાવા માટેની સૂચના સંબંધિત અધિકારીઓને આપી છે.

અન્ય સમાચારો પણ છે...