કુટણખાનું પકડી લેવાયું:છેલ્લા ત્રણ વર્ષથી પ્રતીક મોલમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડી લેવાયું

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીવાયએસપીએ મોડી રાતે બનાવટી ગ્રાહક મોકલી ઝડપી લીધું

કુડાસણમાં આવેલા પ્રતિક મોલના છઠ્ઠા માળે સ્પાની આડમાં ચાલતુ કુટણખાનુ પકડાયું હતું. મહિલા ડીવાયએસપી સહિતની ટીમે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા કુટણખાનાને બનાવટી ગ્રાહક મોકલી ઝડપી લીધુ હતુ. પોલીસે મહિલા મેનેજરની ધરપકડ કરી હતી. જ્યારે કુટણખાનાનો માલિક ફરાર થઇ ગયો હતો. આ બનાવને લઇને શહેરભરમાં ચાલતા સ્પા સંચાલકોમા ફફડાટ ફેલાઇ ગયો હતો. આ બનાવની ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ગાંધીનગર કોબા રોડ ઉપર કુડાસણમા આવેલા પ્રતિકમોલના છઠ્ઠા માળ ઉપર આવેલા બ્લેક પર્લ સ્પા એન્ડ યુનિસેક્સ સલુનના નામે કુટણખાનુ ચાલતુ હતુ. છેલ્લા ત્રણ વર્ષથી બેધડક ચાલતા કુટણખાનાની ફરિયાદ પોલીસને મળી હતી. જેમા અન્ય રાજ્યની યુવતીઓ લાવીને દેહવ્યાપાર ચલાવવામા આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. જેને લઇ ગત મોડી રાત્રે ડીવાયએસપી અમી પટેલ, એલસીબી પીઆઇ ડી.બી.વાળા સહિતની ટીમ દ્વારા કુટણખાનુ પકડવા છટકુ ગોઠવવામા આવ્યુ હતુ. કુટણખાનામા બનાવટી ગ્રાહક મોલકવામા આવ્યા હતા. જેમા કાઉન્ટર ઉપર અલગ અલગ પ્રકારના મસાજના ભાવ લખવામા આવ્યા હતા. બનાવટી ગ્રાહકને સ્પાની આડમા ચાલતા કુટણખાનામા મોકલ્યા હતા. જેમા એક કલકત્તાની યુવતી મેનેજર તરીકે કામગીરી કરી હતી.

બનાવટી ગ્રાહકને મોકલ્યા પછી રુમમા ગયા પછી શરીર સબંધ બાંધવાની ઇચ્છા વ્યક્ત કરતા 1500 રુપિયા સ્પા કરવાના અને 1500 રુપિયા શરીર સબંધ બાંધવાના લેવામા આવતા હતા. જેને લઇ પોલીસે છટકામા સફળતા મળી હતી. કુટણખાનામાંથી એક મરાઠી, બંગાળી અને કલકત્તાની યુવતી પકડાઇ હતી.

જ્યારે કુટણખાનાનો સંચાલક ગાંધીનગરના તારાપુરનો જયેશ ભગુભાઇ ભરવાડ ફરાર થઇ ગયો હતો. જેને લઇ પોલીસે સંચાલક સામે કુટણખાનુ ચલાવવા બદલ ઇન્ફોસિટી પોલીસ મથકમા ગુનો નોંધી ફરાર સંચાલકને પકડવા કામગીરી હાથ ધરી હતી. મહિલા મેનેજરને મહિને 15 હજાર પગાર મળતો હતો. પ્રતિકમોલામાંથી પકડાયેલા કુટણખાનામાં કામ કરતી મહિલાને મેનેજર બનાવવામા આવી હતી. ત્યારે તેને મહેનતાણામા મહિને 15 હજાર પગાર આપવામા આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...