તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:ડભોડિયા હનુમાનજી મંદિરે ઇતિહાસમાં પ્રથમ વખત ભક્તો વિના જ કાળીચૌદશની મધ્યરાત્રીએ પૂજા કરાઇ

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોનાને પગલે ડભોડિયા હનુમાનજી મંદિરમાં ભક્તો વિના કાળિચૌદશની પૂજા આરાધના કરાઇ - Divya Bhaskar
કોરોનાને પગલે ડભોડિયા હનુમાનજી મંદિરમાં ભક્તો વિના કાળિચૌદશની પૂજા આરાધના કરાઇ
 • કોરોનાનું સંક્રમણ ના વધે તેને ધ્યાનમાં લઈ ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું

કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે ડભોડિયા હનુમાનજી મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત કાળીચૌદશની મધ્યરાત્રીએ ભક્તોની હાજરી વિના મહાઆરતી સહિતની પૂજા અર્ચના કરાઈ હતી. મંદિરના ટ્રસ્ટી મંડળે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને તારીખ 17મી, મંગળવાર સુધી મંદિરને દર્શન માટે બંધ રાખ્યું છે.1000 વર્ષ પૌરાણિક સ્વંયભૂ હનુમાનજી મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. જેને પરિણામે દર મંગળવારે અને શનિવારે હજારો ભક્તો ડભોડિયા હનુમાનજીના દર્શને આવે છે. જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સંક્રમણ થાય નહીં તે માટે ડભોડિયા હનુમાનજી મંદિરને ગત તારીખ 13મી, નવેમ્બરથી તારીખ 17મી, નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય હનુમાનજી મંદિર ટ્રસ્ટ, ડભોડાએ લીધો હોવાનું ટ્રસ્ટી રાજુભાઇ ગજ્જરે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડભોડિયા હનુમાનજી મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત દિપાવલી પર્વમાં દર્શન માટે મંદિરને બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે કાળિચૌદશની મધ્યરાત્રીએ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે મધ્યરાત્રી 12 કલાકે થતી પૂજા-અર્ચના અને મહાઆરતીનો કાર્યક્રમ પણ ભક્તોની ગેરહાજરી વિના યોજાયો હતો. કોરોનાને પગલે તેલના અભિષેકનો કાર્યક્રમ પણ ભક્તોની ગેરહાજરી વિના યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, સામાન્ય દિવસોમાં કાળિચૌદશની મધ્યરાત્રીએ મંદિર ભક્તોથી છલકાતું હોય છે. આથી મંદિરમાં હૈયાથી હૈયું દળાય તેટલી ભક્તોની ભીડ રહેતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ભક્તો માટે મંદિર બંધ હોવાથી માત્ર મંદિરના ટ્રસ્ટીગણ અને મહારાજ દ્વારા પરંપરાગત કાળિચૌદશની મધ્યરાત્રીએ પૂજા અને અર્ચના કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો