• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • For The Economic Reconstruction Of Gujarat First Meeting Was Held At Residence Of CM Under The Chairmanship Of Vijay Rupani, 6 Members Appointed In The Committee Were Present.

ગુજરાત:રાજ્યના આર્થિક પુનઃનિર્માણ માટે CMના નિવાસે વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને પ્રથમ બેઠક યોજાઈ, સમિતિમાં નિમાયેલા 6 સભ્યો હાજર રહ્યા

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવની અધ્યક્ષતામાં આર્થિક પુનઃનિર્માણ અને રાજકોષિય ફિઝિકલ પુનઃર્ગઠનની ભલામણ માટે ઉચ્ચ સ્તરિય કમિટિ રચી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ કોવિડ-2019ની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પુન:નિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝિકલ પુનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક  ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આ ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ તેમજ ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ આ બેઠકમાં જોડાયા હતા.
IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક સહિત 6 સભ્યો
6 સભ્યોની આ સમિતિમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત જે તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે તેમાં વિજય રૂપાણીએ આ સમિતિમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિયુકતી કરી છે.  આજે યોજાયેલી આ કમિટીની પ્રથમ બેઠકમાં આ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડિમાન્ડ અને સપ્લાય ચેઈનને અસર થઈ
ગુજરાત દેશના અર્થતંત્ર અને ઔદ્યોગિક ગતિવિધિનું એક મહત્વપૂર્ણ રાજ્ય તથા મેન્યૂફેકચરીંગ હબ છે ત્યારે કોવિડ-19ની આ મહામારીને પરિણામે રાજ્યની એ ગતિવિધિઓને વ્યાપક અસર પહોંચી છે.  આ મહામારીના સંકટથી રાજ્યના અર્થતંત્રની ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને પણ વિપરીત અસર પડી છે. એટલું જ નહીં, MSME સેક્ટર સહિતના અન્ય ક્ષેત્રો પણ આ અસરનો ભોગ બનેલા છે.
સમિતિ રાજ્યમાં નુકશાનનો અભ્યાસ કરી સૂચનો આપશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્થિતિને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરિય સમિતિની રચના કરેલી છે.  આ ઉચ્ચસ્તરીય સમિતિ રાજ્યમાં સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનનો અભ્યાસ કરીને સેકટર સ્પેસીફિક પૂર્નગઠન માટેના ઉપાયો-સૂઝાવો આપવાની છે.
જનજીવન પૂર્વવત કરવાની દિશામાં ચર્ચાવિચારણા
મુખ્યમંત્રીએ રાજ્યના ઉદ્યોગ, વેપાર, ધંધા-રોજગારના ક્ષેત્રોને પૂન: ધબકતા કરવા તથા કોવિડ-19ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વવત કરવાની દિશામાં સર્વગ્રાહી ચર્ચા-વિચારણા અને કાર્યયોજના માટે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પરામર્શ કર્યો હતો. સમિતિના અન્ય કાર્યક્ષેત્રોમાં જે બાબતોને આવરી લેવામાં આવી છે તેમાં રાજ્યની રાજકોષિય-ફિઝિકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતિની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે.  
લાંબા અને ટૂંકા ગાળાના એક્શન પ્લાન સમિતિ તૈયાર કરે છે
કોવિડ-19  મહામારી પછીની ઉદભવનારી સ્થિતિમાં રાજકોષિય ખાધ-ફિઝકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પૂર્નવિચારણા તેમજ પૂર્નગઠનની બાબતે પણ આ સમિતિ ભલામણો કરશે. એટલું જ નહિ, રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષિય સુધારણા રિવાઇવલ માટે ઇમીજીયેટ - ત્વરિત, મીડીયમ ટર્મ – ટૂંકાગાળાનો અને લોંગ ટર્મ – લાંબાગાળાનો સર્વગ્રાહી એકશન પ્લાન આ સમિતિ તૈયાર કરી રહી છે.  આ ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...