તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:હોળી ધુળેટી પર્વ પછી ગાંધીનગરમાં કોરોના ટેસ્ટ કરાવવા લાંબી લાઈનો લાગી, સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • દિવસે દિવસે વધતાં કોરોના કેસને લઈ લોકોમાં ફફડાટ
 • તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી ન કરાતાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા

ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસના કેસ દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે, વધી રહેલા કેસને લઈ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે શહેરના સેક્ટર-21માં ઊભા કરાયેલા કોરોના ટેસ્ટિંગ ડોમ પાસે કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા માટે આવી પહોંચ્યા હતા. તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટનસની કોઈ ખાસ વ્યવસ્થા ઉભી નહીં કરાતાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડાવી દીધાં હોવાના દૃશ્યો જોવા મળ્યાં હતાં.

શહેરમાં કોરોનાના વધી શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોના પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. શહેરમાં વધી રહેલા કેસને લઈ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે શહેરના સેક્ટર-21માં ઊભા કરાયેલા કોરોના ટેસ્ટિંગ ડોમ પાસે કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા માટે આવી પહોંચ્યા હતા. શહેરમાં કોરોનાના વધી શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોના પગલે તંત્ર દોડતું થઈ ગયું છે.

શહેરમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાના કેસ વચ્ચે નાગરિકો પણ સતર્ક થઈ રહ્યાં છે. છેલ્લા બે અઠવાડીયાથી કોરોનાના કેસો ખૂબ વધ્યા છે. બે દિવસની રજા બાદ લોકો વધુ ટેસ્ટ કરવા આવી રહ્યા છે. હોળી ધૂળેટીના તહેવારો પછી ટેસ્ટીંગમાં એકદમ ઉછાળો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર-21માં ઊભા કરાયેલા ટેસ્ટિંગ સેન્ટર પર સવારથી લોકોની મોટી ભીડ ઉમટી હતી. જેમાં તંત્ર ધ્વારા સોશિયલ ડિસ્ટન્સ પાલનની કોઈ ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ નહીં હોવાથી એક સાથે લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા .

ગાંધીનગર શહેરમાં રોકેટ ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે જેથી સરકાર દ્વારા હોળી ધુળેટીના પર્વને લઇ જાહેરનામું બહાર પાડી આંશિક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો ત્યારે બે દિવસ રજા પછી અચાનક જ કોવિડ ટેસ્ટિંગ કરવા માટે લોકો દોડધામ કરી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સેક્ટર-21માં ઉભા કરાયેલા સેન્ટર ઉપર સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ટેસ્ટ કરાવવા માટે લાઇનો લગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો