• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Food Delivery Boy Killed On The Spot In Unidentified Vehicle Collision Near Tapovan Circle In Gandhinagar, Police Registered A Case And Took Legal Action.

અકસ્માત:ગાંધીનગરનાં તપોવન સર્કલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી ફૂડ ડીલીવરી બોયનું ઘટનાસ્થળે મોત, પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહનની ટક્કરથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું
  • અકસ્માતમાં વાહનનું ટાયર યુવાનનાં શરીર પર ફરી વળતા માંસનાં લોચા નીકળી ગયા હતા

ગાંધીનગરનાં તપોવન સર્કલથી ત્રાગડ જતાં રોડ પર ગઈકાલે મંગળવારે રાત્રે અજાણ્યા વાહનની ટક્કરથી ઝોમેટોનાં ફૂડ ડીલીવરી બોયનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં વાહનનું ટાયર યુવાનનાં શરીર પર ફરી વળતા માંસનાં લોચા નીકળી ગયા હતા. ત્યારે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ મૂળ માણસાનાં હાલ ભાટ ગામે વાણિયા વાસમાં રહેતાં રાજનકુમાર બિપીનચંદ્ર પારસપરનાં કુડાસણમાં આવેલી ઈગલ ઓવરસીસમાં નોકરી કરે છે. જેમનો નાનો ભાઈ હાર્દિક (ઉ. 23)ઝોમેટો કંપનીમાં ફૂડ ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે. જે સવારે 11 થી રાત્રીના 12 વાગ્યા સુધી ફૂડની ડીલીવરી કરતો હતો. ત્યારે ગઈકાલે રાજનકુમાર ઘરે હાજર હતા. તે વખતે સાડા આઠ વાગ્યાના અરસામાં હાર્દિક સ્વેટર લેવા માટે ગયો હતો. બાદમાં હાર્દિક પોતાનું બાઇક લઈને ફરજ પર જવા નીકળી ગયો હતો. આ દરમિયાન રાત્રીના 11 વાગ્યાના અરસામાં હાર્દિકના મોબાઇલ ફોન પરથી 108 એમ્બ્યુલન્સનાં કર્મચારીએ ફોન કરીને જણાવ્યું હતું કે, તપોવન સર્કલથી ત્રાગડ ટોલનાકા તરફ જવાના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરથી હાર્દિકનું મૃત્યુ થયું છે.

આ સાંભળીને પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં હાર્દિક રોડ પર મરણ ગયેલી હાલતમાં પડ્યો હતી. તેના શરીરે તેમજ પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમજ માંસનો લોચો શરીરમાંથી નીકળી ગયો હતો. અકસ્માત સર્જાયા પછી અજાણ્યા વાહનના ટાયર શરીર પરથી ફરી વળ્યા હોવાનું જણાઈ આવતું હતું.

આ અકસ્માત અંગેની જાણ થતાં અડાલજ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રાફિકને ક્લિયર કરાવી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની પ્રક્રિયા હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...