ચકાસણી:ગાંધીનગરમાં ફુડ શાખાએ મીઠાઇઓની દુકાનેથી નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષમાં 1 કરોડ 8 લાખથી વધુની દંડની વસુલાત કરાઈ
  • મહાનગરપાલિકા વિસ્તારની સાત દુકાનેથી નમૂના લેવાયા
  • નમૂના સરકાર હસ્તકની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા

ગાંધીનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા અત્યાર સુધીમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સાત મીઠાઇ- ફરસાણના વેપારીને ત્યાં ખાધ તેલ અને રો મટીરીયલ વગેરેની તપાસ કરી હતી. તેમજ સ્વચ્છતા રાખવા માટેના જરૂરી સૂચનો કર્યા છે. ત્યારે ફૂડ શાખા દ્વારા જાન્યુઆરી - 2020 થી અત્યાર સુધીમાં ગાંધીનગર જિલ્લા તેમજ કોર્પોરેશન વિસ્તારમાં થયેલા 28 ચુકાદામાં 1 કરોડ 8 લાખ 10 હજાર દંડની વસુલાત પણ કરાઈ છે.

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તહેવારોના સમયમાં ભેળસેળવાળી ખાધ ચીજવસ્તુઓનું વેચાણ ન થાય. તેમજ ખાધ ખોરાક ગુણવત્તાવાળા મળી રહે તે માટેની ખાસ તકેદારી રાખવા માટે મહાનગરપાલિકાના કમિશનર ધવલ પટેલે સૂચના આપી હતી.

તેમના માર્ગદર્શન હેઠળ ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા તા. 12મી ઓકટોબર થી આજરોજ સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સાત મીઠાઇ- ફરસાણની દુકાનના ખાધ ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં સેકટર-25, જી.આઇ.ડી.સીમાં આવેલી વી.પી.સુખડિયા ફુડ પ્રોડૂકટની સેવ ( નમકીન) અને કાજુકતરી, સેકટર- 28, જી.આઇ.ડી.સી.માં આવેલી રાધે ક્રિષ્ના ફુડ પ્રોડૂક્ટના મોતીચુરના લાડું અને રાધે બ્રાન્ડ મીક્ષ ચાવણા, સેકટર- 21 ડિસ્ટ્રીકટ શોપીંગ સેન્ટરમાં આવેલી રાધે સ્વીટૂસ એન્ડ નમકીનની દુકાનમાંથી ટ્રોપીકલ સ્કવેર(સ્વીટ) અને રાધે બ્રાન્ડ પૌઆ અને સરગાસણ ખાતે પ્રમુખ એસોસિએટમાં આવેલી બેક મેજિક દુકાનમાંથી બિસ્કીટ ( બેકરી)ના નમૂના લેવામાં આવ્યા છે.

આ નમૂનાઓને ગુજરાત સરકાર હસ્તકની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી મીઠાઇ- ફરસાણના વેપારીને ત્યાં ખાધ તેલ અને રો મટીરીયલ વગેરેની ટી.પી.સી. મશીન દ્વારા તપાસણી કરવામાં આવી હતી. તેમજ તમામ દુકાન ખાતે સ્વચ્છતા રાખવા માટે પણ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...