તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનો પ્રહાર:7 વર્ષમાં ખાદ્ય પદાર્થો અને દવાના ભાવ 400થી1400% વધ્યા; ‘ભાજપ સરકારમાં ગેસ, ડીઝલ, પેટ્રોલ મોંઘા થતાં પ્રજા પરેશાન’

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ ફીમાં 70 ટકાથી 350 ટકાનો વધારો: મનિષ દોશી

દેશમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા પ્રજા મોંઘવારી તળે પિસાઇ રહીં છે તેવો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ર્ડા. મનિષ દોશીએ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે છેલ્લા 7 વર્ષમાં ખાદ્ય પદાર્થો અ્ને દવાના ભાવમાં 400થી1400 ટકાનો વધારો થયો છે. શિક્ષણ ફીમાં 70થી 350 ટકાનો વધારો ઝીંકાયો છે. પ્રવકત્તા દોશીએ કહ્યું કે, દેશની જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (G), ડીઝલ (D), પેટ્રોલ (P)માં ભાવ વધારાથી પ્રજા પરેશાન છે.

ભાવની સરખામણી

વસ્તુ20142021
પેટ્રોલ (પ્રતિ લીટર)60100

ડીઝલ (પ્રતિ લીટર)

5098
ગેસ સીલીન્ડર414887
દાળ (પ્રતિ કીલો)70138
ઘી (પ્રતિ કીલો)340567
સરસવ તેલ (કીલો)52220
અન્ય સમાચારો પણ છે...