આદેશ:લમ્પીને પગલે તાલુકા કક્ષાની સંકલન સહ મોનિટરિંગ કમિટીની રચના કરાશે

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

લમ્પી વાયરસને પગલે તાલુકાકક્ષાની સંકલન સહ મોનીટરીંગ કમિટીની રચના કરવાની રહેશે. કમિટી દ્વારા ગામની દૂધ કે સહકારી મંડળીના સંચાલકો તેમજ ગામના અગ્રણીઓની સાથે બેઠક કરીને લમ્પી વાયરસ કેવી રીતે ફેલાય છે તેને નિયંત્રીત કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપવાનો રાજ્યના પશુપાલન વિભાગે આદેશ કર્યો છે.રાજ્યભરમાં હાહાકાર મચાવનાર લમ્પી વાયરસને લઇને રાજયના કૃષિ અને પશુપાલન વિભાગે એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે લમ્પી વાયરસ અંગે લોકોમાં જાગૃત્તિ આવે તેવા અવરનેશ કાર્યક્રમો કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

તેમાં તમામ જિલ્લાઓના તાલુકાકક્ષાએ સંકલન સહ મોનીટરીંગ કમિટીની રચના કરવાની સુચના આપી છે. ઉપરાંત ગામના પશુપાલકોને લમ્પી વાયરસથી માહિતગાર થાય અને લમ્પી વાયરસથી પશુને કેવી રીતે બચાવી શકાય તેની જાણકારી આપવા માટે સહકારી મંડળીઓના સંચાલકો તેમજ ગામના પશુપાલકોની સાથે મિટીંગ કરીને જાણકારી આપવાના આદેશો જારી કર્યા છે. ઉપરાંત દૂધ મંડળીઓના સંચાલકોએ ગામડાઓમાં બેનરો લગાવવા પેમ્ફલેટ તેમજ લીફ્ટેડનું વિતરણ કરવાનો પણ આદેશ કર્યો છે. આસપાસના દસથી બાર ગામોના કલસ્ટર બનાવીને પશુપાલકોની સાથે મિટીંગનો આદેશમાં ઉલ્લેખ છે.

અન્ય સમાચારો પણ છે...