હુમલો:છાલા ગામમાં યુવક ઉપર ફોઈના દીકરાઓનો હુમલો

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતર ખેડવાના મામલે વિવાદ થયો હતો
  • યુવકે ફોઈ સહિત 3 શખસ સામે ચીલોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી

છાલા ગામમાં આંટાની શેરીમાં રહેતાં મોહમંદ સલમાન તજમુદ્દીન શેખે આ અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ છાલાથી જાખોરા જતાં રસ્તે તેમની વડીલોપાર્જીત સંયુક્ત જમીન છે. યુવક સવારે ટ્રેક્ટર લઈને પિતાના હિસ્સાવાળી જમીન ખેડવા ગયો હતો. તે સમયે તેના ફોઈ બિસ્મીલ્લાબાનુ અબ્દુલકાદર રાઠોડનો દિકરો મોઈન હાથમાં લાકડી લઈને આવ્યો હતો. જેણે ગાળાગાળી કરીને અમારું ખેતર કેમ ખેડે છે કહેતાં યુવકે પિતાના હિસ્સાનું ખેતર ખેડતો હોવાનું કહ્યું હતું.

જેને પગલે આ સમયે યુવકના ફોઈએ આવીને તેને તમાચો મારી દીધો હતો. આ સમયે યુવકના બીજા ફોઈને દિકરો શાહરૂખઅલી સૈયદ પણ હાથમાં લાકડી લઈને આવી ગયો હતો. તેણે પણ જમીન તેઓના હિસ્સાની હોવાનું કહ્યું હતું, જે બાદ મોઈન અને શાહરૂખે યુવકને લાકડીઓ મારી હતી.આ સમયે દોડી આવેલા યુવકના પિતા અને અન્ય સંબંધીઓએ તેને બચાવ્યો હતો. જેને પગલે બંનેએ યુવકને મોતથી ધમકી આપીને જતા રહ્યાં હતા. યુવકને કપાળના ભાગે લાકડી વાગતા બે ટાંકા આવ્યા હતા. સારવાર લીધા બાદ તેણે સમગ્ર મુદ્દે ફોઈના દિકરાઓ અને ફોઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...