તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચરાની રામાયણ:ગાંધીનગરમાં કચરા બાબતે મ્યુનિસિપલ કમિશ્નરનાં જિદ્દી વલણ સામે મહાસંઘ મંત્રીના દ્વાર ખખડાવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રભારી મંત્રીને આવેદનપત્ર આપી કમિશ્નરની જોહુકમીની ફરિયાદ કરાશે
  • કોર્પોરેશનનાં એક નિર્ણયથી કચરામાંથી કંચન બનાવવાની કામગરી ખોરંભે ચડી

ગાંધીનગર કોર્પોરેશન તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો વસાહતીઓને ડસ્ટબીન આપયા વગર ભીનો/ સુકો કચરો ઉપાડવા બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં જિદ્દી વલણ સામે નગરજનો આરપારની લડાઈ લડવાનાં મૂડમાં છે. ત્યારે કોર્પોરેશન તંત્રનાં એક નિર્ણયથી કચરામાંથી કંચન બનાવવાની કામગીરી ખોરંભે ચઢતાં શહેર વસાહત મહાસંઘ દ્વારા પ્રભારી મંત્રીને આવેદનપત્ર આપી કમિશ્નરના જિદ્દી વલણની ફરિયાદ કરવામાં આવનાર છે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સોલીડ વેસ્ટે મેનેજમેન્ટ અંતર્ગત ગત તા.16 ઓગસ્ટથી સુકો અને ભીનો કચરો અલગ અલગ સ્વીકારવાનું નકકી કર્યું હતુ. ત્યારે ટેક્ષ ઉઘરાવતી કોર્પોરેશન દ્વારા કચરો વર્ગીકૃત કરવા માટેની ડોલો ત્રણેક વર્ષથી નગરજનોને નહીં આપવામાં આવતા કોર્પોરેશન તંત્ર સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીઓ દ્વારા વર્ગીકૃત કચરો લેવા નું જ શરૂ કરવામાં આવતા કર્મચારીઓ સાથે ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા છે.

આ મામલે નગરજનો, પૂર્વ કાઉન્સિલ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કોર્પોરેશન તંત્ર માં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોર્પોરેશન પોતાના નિર્ણય સામે અડગ વલણ અપનાવી રહી છે. આ અંગે શહેર વસાહત મહા સંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, કચરાની ડોલો આપવા માટે અમારા મંડળ દ્વારા લેખિત અને મૌખિક ઉગ્ર માગણી કરવામાં આવી હતી.

પરંતુ કમિશનરના જીદ્દી વલણને કારણે તેઓ દ્વારા અમારી માંગણી ઠુકરાવી દેવાઈ હતી અને તેમણે જવાબમાં જણાવેલ કે હુ ડસ્ટબીન આપવાનો નથી શહેરના વસાહતીઓ દ્વારા વીસ હજારનો સમાટૅ ફોન ખિસ્સામાં રાખીને ઉપયોગ કરવામાં આવે છે અને દોઢ સો રુપિયાના ડસ્ટબીન ખરીદી શકાતાં નથી. હુ મહાનગર પાલિકામાં ખચૅ પાડવાનો નથી અને ડસ્ટબીન આપવામાં નહિ આવે. નગરજનોએ સ્વ ખર્ચે ડસ્ટબીન વસાવવા પડશે.

જેનાં પગલે તંત્રનાં નિર્ણયના ઉગ્ર વિરોધ અને રણનિતી નક્કી કરવા માટે આવતીકાલે સવારે 10 કલાકે તા 25/8/2021ને બુધવારે સેકટર 5 શોપિંગ સેન્ટર જાહેર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ બેઠક પછી કોર્પોરેશન તંત્રનાં નિર્ણય ના વિરોધમાં પ્રભારી મંત્રી કૌશિક પટેલને આવેદન પત્ર આપી મ્યુનિસિપલ કમિશ્નર નાં જિદ્દી વલણની ફરિયાદ પણ કરવામાં આવશે તેમ વધુમાં કેસરીસિંહ બીહોલાએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...