ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ:ગાંધીનગર- સરખેજ હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પર 28 કરોડના ખર્ચે તૈયાર થયેલો ફ્લાય ઓવર ટુંક સમયમાં ખુલ્લો મુકાશે

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વૈષ્ણોદેવી સર્કલ પરના ફલાય ઓવરનું કામ પૂર્ણ થયુ છે - Divya Bhaskar
વૈષ્ણોદેવી સર્કલ પરના ફલાય ઓવરનું કામ પૂર્ણ થયુ છે
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેશ્નોદેવી સર્કલના ફલાય ઓવર અને ખોડિયાર ઓવરબ્રીજના કામોનુ સ્થળ નીરિક્ષણ કર્યું.
  • ઔડાના સહયોગથી રીંગ રોડ નીચે છ માર્ગીય અંડરપાસના નિર્માણનુ કામ શરૂ.

ગાંધીનગર સરખેજ હાઈવે પર 28 કરોડના ખર્ચે નિર્મિત વૈષ્ણોદેવી સર્કલ પરના ફલાય ઓવરનું કામ પૂર્ણ થયુ છે. જે ટુંક સમયમાં નાગરિકો માટે ખૂલ્લો મૂકાશે જેના પરિણામે આ રોડ પરથી પસાર થનારા દૈનિક એક લાખથી વધુ વાહન ચાલકોને સમય અને ઈંધણની બચત સાથે સુરક્ષિત મુસાફરી મળશે અને ટ્રાફિકના પ્રશ્નો હલ થશે.

દૈનિક અઢી લાખ વાહનો પસાર થાય છે એમને પણ ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે
દૈનિક અઢી લાખ વાહનો પસાર થાય છે એમને પણ ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે

વાહન ચાલકોની ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે
આજે ગાંધીનગર સરખેજ હાઈવે પર વેશ્નોદેવી સર્કલના ફલાય ઓવર અને ખોડિયાર ઓવરબ્રીજના કામોનુ સ્થળ નીરીક્ષણ કરી સમીક્ષા કર્યા બાદ મિડીયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ઔડાના સહયોગથી રીંગ રોડ નીચે પણ છ માર્ગીય અંડરપાસ બનાવવાનુ કામ માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરી દેવાયુ છે. જે પૂર્ણ થતા ગુજરાતમા ફલાય ઓવર,અંડરપાસ અને સર્વિસ રોડ સાથેનુ વિશિષ્ટ નજરાણુ મળશે અને આ કામો પૂર્ણ થતા દૈનિક અઢી લાખ વાહનો પસાર થાય છે એમને પણ ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે.

નાગરિકોની અવર જવરની સુવિધામાં વધારો થશે
નાગરિકોની અવર જવરની સુવિધામાં વધારો થશે

સૌરાષ્ટ્ર તરફ જતા નાગરિકોને સરળતા રહેશે
આ રસ્તો એરપોર્ટથી સરદારધામ થઈ સૌરાષ્ટ્રને જોડશે જેના પરિણામે સૌરાષ્ટ્ર તરફ જતા નાગરિકોને સરળતા રહેશે. ખોડિયાર કન્ટેનર પાસેના ઓવરબ્રીજનુ કામ પણ પૂર્ણ થયુ છે જે સત્વરે ખુલ્લો મૂકાશે. જેના પરિણામે પણ નાગરિકોની અવર જવરની સુવિધામાં વધારો થશે. તેમણે ઉમેર્યુ કે,અગાઉ પણ ગાધીનગર સરખેજ હાઈવે પર પકવાન ચાર રસ્તા તથા સાણંદ સર્કલ પરના ફલાય ઓવરને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે. તથા ઉવારસદ જંકશન પરનો ઓવરબ્રીજ પણ નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે.

ઉવારસદ જંકશન પરનો ઓવરબ્રીજ પણ નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે
ઉવારસદ જંકશન પરનો ઓવરબ્રીજ પણ નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે