તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કોરોનાના દર્દીઓની દેખરેખ માટે ફ્લોરવાઇઝ HOD રખાયાં

ગાંધીનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર્દીઓની સારવાર સહિતની કામગીરીની જવાબદારી સોંપાઈ
 • દર્દીઓને ઓક્સિજન, દવા, ડાઇપર ચેન્જ કરવા, સફાઇ તેમજ ડેડ બોડી મળી રહે તે સહિતની કામગીરી સોંપાઇ

સિવિલ હોસ્પિટલમાં કોવિડની સારવાર લઇ રહેલા દર્દીઓને દવા, ભોજન, પાણી, ઓક્સિજન યોગ્ય રીતે મળે છે કે નહી. ઉપરાંત ડાઇપર ચેન્જ કરાવવામાં આવે છે. વોર્ડમાં સફાઇ યોગ્ય રીતે થાય છે કે સહિતની દેખરેખ માટે દરેક ફ્લોરવાઇઝ એચઓડીને જવાબદારી સોંપાઈ છે.

વધતા જતા સંક્રમણને પગલે ગાંધીનગર સિવિલની હાલત ભરચક રહેવા પામી છે. હોસ્પિટલમાં અગાઉ 400 બેડમાં વધારો કરીને હાલમાં 500 બેડની કેપેસીટી કરવામાં આવી છે. તેમ છતાં દર્દીઓથી બેડ ભરચક થઇ જાય છે. આથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરેક ફ્લોર ઉપર કોવિડના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. જોકે કોવિડની સારવાર લઇ રહેલા દર્દીઓને સમયસર ભોજન મળે છે. ઉપરાંત દર્દીઓના સગાઓએ આપેલી વસ્તુઓ મળી રહે છે. દરેક વોર્ડમાં તેમજ ટોયલેટ અને બાથરૂમની દિવસમાં નિયમિત સફાઇ થાય છે.

ઉપરાંત કોવિડ દર્દીઓની નિયમિત ચેકઅપ, દવા તેમજ યોગ્ય માત્રામાં ઓક્સિજન મળી રહે છે કે નહી સહિતની દેખરેખ માટે એચઓડીને જવાબદારી સોંપાઈ છે. સિવિલના 1થી 8 ફ્લોરમાં દરેક વિભાગના એચઓડીને જવાબદારી સોંપાઇ છે. આથી કોઇ દર્દીનું મોત થાય તો તેના સગાઓને સમયસર બોડી મળી રહે વગેરે સુવિધા માટે દરેક વિભાગના એક એક એચઓડીને ફ્લોર જવાબદારી સોંપવામાં આવી હોવાનું સિવિલ હોસ્પિટલના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

સિવિલમાં 500માંથી 290 દર્દી દાખલ કરાયા
સિવિલમાં ઓક્સિજનનો સ્ટોક ઘટાડતા હાલમાં દર્દીઓની ભરતી બંધ કરી દીધી હોય તેમ કુલ 500 બેડની સામે હાલમાં 290 દર્દીઓ દાખલ કરાય છે. જ્યારે 210 બેડ ખાલી હોવાનું હોસ્પિટલવાઇઝ બેડની સુવિધાની યાદીમાં ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો