• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Five year old Dohitra Dada Died On A Bike After Being Hit By A Dumper Near Muwada In Harkhaji, Dehgam, The Condition Of Mother And Daughter Is Critical.

ડમ્પર યમરાજ બનીને આવ્યું:દહેગામના હરખજીના મુવાડા પાસે ડમ્પરની ટક્કરથી બાઈક સવાર પાંચ વર્ષના દોહિત્ર-દાદાનું મોત, માં-દીકરીની હાલત ગંભીર

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દહેગામ બાયડ રોડ પર હરખજીનાં મુવાડા પાસે ડમ્પરનાં ચાલકે પોતાનું ડમ્પર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામે થી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા બાઈક સવાર પાંચ વર્ષના બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાઈક સવારનું પણ મોત નીપજ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે ડમ્પર ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દહેગામ તાલુકાના લાલુજીની મુવાડી ગામે રહેતા તખતસિંહ કુબેરસિંહ સોલંકી તેમના પત્ની જશોદાબેન, દીકરી હિરલબેન તેમજ પાંચ વર્ષના દોહિત્ર મયુરને બાઈક ઉપર લઈ દહેગામ ખાતે ખરીદી કરવા ગયા હતા. અને માર્કેટમાં ખરીદી કર્યા પછી બધા બાઈક ઉપર ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે દહેગામ બાયડ રોડ હરખજીના મુવાડા નજીક પાસેના રોડ ઉપર સામેથી આવી રહેલા ડમ્પરનાં ચાલકે પોતાનું ડમ્પર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને બાઈકને ટક્કર મારી હતી.

આ અકસ્માતના પગલે બાઈક સવાર ચારેય જણાં ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જેનાં કારણે પાંચ વર્ષીય મયુરનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જાતા આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત તરખસિંહ તેમના પત્ની જશોદાબેન અને દીકરી હિરલને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજના તબીબે ત્રણેય ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ તરખસિંહને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે માં દીકરીને વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે દહેગામ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...