તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વિદ્યાર્થીઓમાં ફિટનેસ અંગેની જાગૃતિ આવે તે માટે ફિટ ઇન્ડિયા ક્વિઝ યોજાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ માધ્યમિક, ઉ. માધ્યમિકના છાત્રો ભાગ લઇ શકશે
  • ક્વિઝમાં ભાગ લેવા માટે શાળાનું ફિટ ઇન્ડિયા વેબસાઇટમાં રજિસ્ટ્રેશન હોય તેવી જ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે, રજિસ્ટ્રેશન પેટે રૂપિયા 250ની ફી નિયત કરાઈ

વિદ્યાર્થીઓમાં ફિટ ઇન્ડિયાની મુવમેન્ટ ચલાવવા માટે ફિટ ઇન્ડિયા ક્વિઝ યોજવામાં આવશે. ક્વિઝમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ફિટ ઇન્ડિયા ક્વિઝમાં ભાગ લેવા માટે શાળાનું ફિટ ઇન્ડિયા વેબસાઇટમાં રજિસ્ટ્રેશન હોય તેવી જ શાળાના છાત્રો ભાગ લઇ શકશે.

હાલમાં કોરોનાની મહામારીમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા નથી. આથી શારિરીક કોઇ જ રમતો યોજવામાં આવતી નથી. ત્યારે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંગે વિદ્યાર્થીઓ જાગૃત્ત થાય તે માટે ફિટ ઇન્ડિયા ક્વિઝનું આયોજન સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિટ ઇન્ડિયા ક્વિઝમાં જોડાવવા માટે શાળાઓનું ફિટ ઇન્ડિયા વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. શાળાના રજિસ્ટ્રેશન બાદ દરેક શાળામાંથી બે વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ક્વિઝ માટે પ્રત્યેક વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન પેટે રૂપિયા 250ની ફી નિયત કરાઈ છે. સરકારી શાળાઓએ બે વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશન ફીને ગ્રાન્ટમાંથી ભરવાની રહેશે. ક્વિઝમાં ધોરણ-8ના વિદ્યાર્થીઓ પણ ભાગ લઇ શકશે.

પસંદ કરેલા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન બાદ તેઓની પ્રિલીમનરી રાઉન્ડ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા ઓનલાઇન સ્પર્ધા યોજવામાં આવશે. પ્રશ્નોનું માળખુ ધોરણ-8થી ઉપરના વિદ્યાર્થીઓ જવાબ આપી શકે તેવું રખાશે. દેશમાં કુલ 13 ભાષાઓમાં યોજનાર ફિટ ઇન્ડિયા ક્વિઝનો સમય 45 મિનિટનો રાખવામાં આવ્યો છે. તેમાં નેગેટીવ માર્કિંગ પદ્ધતિથી ક્વિઝના માર્ક અપાશે. મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાના રાઉન્ડ માટે પસંદગી કરાશે. તેમાં વધુમાં વધુ 32 શાળાઓની આગળના રાઉન્ડ માટે પસંદગી કરાશે સહિતના નિયમો બનાવવામાં આવ્યા છે.

રાજ્યકક્ષાની સ્પર્ધામાં ક્વોલીફાઇ થયેલા વિદ્યાર્થીની પસંદગી નેશનલકક્ષાના રાઉન્ડ કરાશે. નેશનલકક્ષાના રાઉન્ડમાં વિજેતાને નિયત કરેલું ઇનામ આપવા સહિતનો ઉલ્લેખ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષાના સચિવે કરેલા આદેશમાં કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...