ત્રિકોણીયો જંગ:પ્રથમ તબક્કાની 89 સીટ, ઉમેદવાર 1362, 17 નવે.એ ફોર્મ ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. 14મી નવેમ્બરે ઉમેદવારીના છેલ્લા દિવસ સુધીમાં 89 બેઠકો પર 1362 જેટલા જંગી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે.

વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો જંગ છે પરંતુ અન્ય રાષ્ટ્રિય અને સ્થાનિક પાર્ટીઓએ પણ વિવિધ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ સિવાય અપક્ષ ઉમેદવારોએ પણ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે 89 બેઠકો પર 1362 ઉમેદવારો નોંધાયા છે.

ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા મંગળવારે પૂર્ણ થઇ ગઇ છે. ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 17મી હોવાથી એ દિવસે જ આ બેઠકો પરનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 17મી નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 18મીએ ફોર્મની ચકાસણી થશે જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 21મી નવેમ્બર છે. રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

અન્ય સમાચારો પણ છે...