તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:આવાસ ખાલી કરવાના આદેશથી ફાયરના કર્મચારીઓ દ્વારા હડતાલ પર જવા ચીમકી

ગાંધીનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મ્યુ. કમિશનરની દરખાસ્ત, સ્થાયી સમિતિના ઠરાવ મુજબ મકાનો આપો
 • બ્લોક તૈયાર હોવા છતાં ફાયરના કર્મચારીઓને ફાળવાયા નથી

ફાયર બ્રિગેડના સંકુલમાં આવાસ ખાલી કરવાના આદેશથી ફાયરનો સ્ટાફ નારાજ છે. ફાયરના કર્મચારીઓ માટે જૂના આવાસ તોડી નવા બનાવવા મ્યુનિ. કમિશનરે દરખાસ્ત કરી હતી અને સ્થાયી સમિતીના સભ્યોએ મંજૂરી આપી હતી. ત્યારે આવાસો તૈયાર હોવા છતાં ન આપી જુના આવાસ ખાલી કરવા આદેશ થતાં કર્મચારીઓએ હડતાલની ચીમકી આપી છે.

આ અંગે નાયબ મ્યુનિ. કમિશનરને કરવામા આવેલી લેખિત રજૂઆતમાં ફાયર શાખાના કર્મચારીઓએ જણાવ્યું છે કે, ફાયર શાખાનો સ્ટાફ ઈરજન્સી સેવામાં ફરજ બજવે છે.

સ્ટાફ ક્વાર્ટર્સ તૈયાર થઈ ગયા હોવા છતાં તેમને અન્ય વિવિધ સેકટરમાં આવાસ ફાળવવા હુકમ થયા છે. જૂના ફાયર સ્ટેશનના સ્થાને કોર્પોરેશનની કચેરી બની રહી છે. તેમાં જૂના બ્લોક તોડી પડાયા હતા, તેના સ્થાને નવો બ્લોક બનાવવા ફાયર ઓફિસરે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી. જે સંદર્ભે મ્યુનિ. કમિશનરે દરખાસ્ત તૈયાર કરી સ્થાયી સમિતી સમક્ષ મૂકી હતી અને તેને મંજૂરી અપાઈ હતી.

આ બ્લોક તૈયાર થઈ ગયા હોવા છતાં ફાયરના કર્મચારીઓને ફાળવવામાં આવ્યા નથી, જે અન્યાયકર્તા છે. અન્ય મનપામાં ફાયર શાખાના કર્મચારીઓને ફાયર સ્ટેશન ખાતે જ આવાસો ફાળવવામાં આવ્યા છે.

કોઈ મોટી હોનારતમાં સ્ટાફ તરત જ સ્થળ પર પહોંચે તે અતિ આવશ્યક
કર્મચારીઓએ જણાવ્યુ કે, આગ કે મોટી હોનારતજમાં સ્ટાફ તરત સ્થળ પર પહોંચી શકે તે બાબતને ધ્યાનમાં રાખી ફાયર સ્ટેશનમાં જ આવાસ બનાવાતા હોય છે. હાલ ગાંધીનગર મનપા દ્વારા બીજા નવા આવાસ બનાવવા ટેન્ડર કરાયા નથી કે કર્મચારીઓ રહે છે તે બ્લોક તોડવા ટેન્ડર બહાર પડાયું નથી. જેથી આવાસ ખાલી કરવાના હુકમને રદ કરવા માગણી જછે. ફાયરના અધિકારીએ વારંવાર પત્રો લખી આવાસ માટે રજૂઆતો કરી છે, પરંતુ તેની અસર થઈ નથી. ત્યારે આવાસ નહી ફાળવાય તો કર્મચારીઓએ હડતાલ પર જવાની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો