તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:સિવિલના દરેક ફ્લોર ઉપર ફાયરના કર્મીઓને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ ટુ રાખવાનો આદેશ

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દરેક વોર્ડમાં રહેલાં ઇલેક્ટ્રિક સાધનોના આધારે વીજલોડ ચેક કરવા સૂચના અપાઈ
 • મ્યુનિ. કમિશનરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી: આગની સંભવિત ઘટના રોકવા માટેની તૈયારી તપાસી, કર્મચારી ગેરહાજર ન રહે તેની તાકીદ પણ કરી

ભરૂચની કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં બનેલી આગજની ઘટનાને પગલે મનપાના કમિશ્નરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઉપરાંત દરેક વોર્ડમાં રાઉન્ડ ધ ક્લોક ફાયરના કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રાખવાનો આદેશ કર્યો હતો. ઉપરાંત આઇસીયુ સહિતના દરેક વોર્ડમાં રહેલા ઇલેક્ટ્રીક સાધનોના આધારે વીજ લોડ ચેક કરવો સહિતની તકેદારી રાખવાની સુચના મનપાના કમિશનરે આપી હતી.

કોવિડ હોસ્પિટલમાં આગજની ઘટના બને નહી તે માટે તકેદારી રાખવા તેમજ કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સહિતની તપાસ કરવા માટે ગાંધીનગર મનપાના કમિશનર રતનકંવર ગઢવીચારણે સોમવારે સાંજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓએ ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લઇને ઓક્સિજન સપ્લાય યોગ્ય રીતે પહોંચે છે કે નહી તેની માહિતી લીધી હતી.

ઉપરાંત હાલમાં સિવિલના દરેક માળે કોવિડના દર્દીઓને દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે દરેક મજલે ફાયરના નંબર દરેક દર્દીઓ અને કર્મચારીઓ વાંચી શકે તે રીતે ડિસપ્લે કરવાની સુચના આપી હતી. દરેક મજલે ફાયરના કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી સોંપવાની રહેશે. જો કોઇ કર્મચારી ગેરહાજર રહે નહી તેની ખાસ તકેદારી રાખવાની પણ મનપાના કમિશનરે સિવિલના અધિક્ષકને સૂચના આપી હતી.

વધુમાં આઇસીયુ વોર્ડ એસી, વેન્ટીલેટર સહિતના સાધનોના આધારે કેટલો વીજ લોડની જરૂર છે તેની તપાસ કરવાની રહેશે. તેજ રીતે અન્ય વોર્ડમાં આવેલા ઇલેક્ટ્રીક સાધનોના આધારે વીજ લોડ ચેક કરવો જો વધારે હોય તો તે માટેના જરૂરી તકેદારીની કામગીરી કરવાની સુચના પીઆઇયુના ઇલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટના અધિકારીને સૂચના આપી હતી. ઉપરાંત ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ તાલીમ ફાયર ઓફિસર મહેશ મોડ દ્વારા અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો