તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચરો સળગાવતા આગ:સચિવાલયના ગેટ -7 પાસે આગની ઘટના, પોલીસ કેબિનમાં નુકસાન

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વિધાનસભા પાસે ચ રોડ પર પોલીસ કેબિન સહિતના સ્થળે આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે થોડો સમય આ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો. - Divya Bhaskar
વિધાનસભા પાસે ચ રોડ પર પોલીસ કેબિન સહિતના સ્થળે આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે થોડો સમય આ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો.
 • આગ વનરાજીમાં ફેલાઈ હોત તો વધુ તારાજી સર્જાત
 • પોઈન્ટના બસ સ્ટેન્ડ તેમજ સચિવાલયના ગેટ નં-7 પાસે કોઈએ કચરો સળગાવ્યો હોવાનું બહાર આવ્યું

શહેરના હાર્દ સમા ચ રોડ પર વિધાનસભા પાસે આગની ઘટના બની હતી. પોઈન્ટના બસ સ્ટેન્ડ અને સચિવાલયના ગેટ નં-7 પાસે કેટલાક સ્થળે કોઈએ કચરો સળગાવ્યો હતો. સુક્કા પાંદડાઓને કારણે અહીં પડેલી પોલીસ કેબિન આગની ઝપેટમાં આવી જતા ભારે નુકસાન થયુ છે.

વિધાનસભા પાસે ચ રોડ પર પોલીસ કેબિન સહિતના સ્થળે આગ લાગતા ફાયરના જવાનોએ આગને કાબૂમાં લેતા લોકોમાં રાહત થઈ હતી.
વિધાનસભા પાસે ચ રોડ પર પોલીસ કેબિન સહિતના સ્થળે આગ લાગતા ફાયરના જવાનોએ આગને કાબૂમાં લેતા લોકોમાં રાહત થઈ હતી.

આ બનાવ જે સ્થળે બન્યો હતો તેની સામે જ વિસ્તારમાં રહેતાં ફાયર બ્રિગેડના જવાનોએ અહીંથી પસાર થઈ રહ્યાં હતા. જેઓએ આગ ઓલવવાનો પ્રયત્ન કરીને ફાયર બ્રિગેડમાં કોલ કર્યો હતો. જેને પગલે ફાયરબ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જેમાં પાણીનો મારો ચલાવીને આગને થોડા સમયમાં જ કાબૂમાં લેવામાં આવી હતી.

પર્યાવરણની સુરક્ષા માટે દેશની વડી અદાલત દ્વારા કચરો સળગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં જ તેનું ઉલ્લંઘન થવાના દશ્યો સામાન્ય થઇ ગયા છે. બુધવારે બનેલી ઘટનામાં પણ અહીં આસપાસ 7થી 8 સ્થળે કચરો સળગાવવામાં આવેલો નજરે પડ્યો હતો. ત્યારે આ કચરો કોણે સળગાવ્યો હતો તે જાણવા અધિકારીઓ દ્વારા કવાયત શરૂ કરાઈ છે. કારણ કે આગમાં પોલીસ માટે મૂકાયેલી કેબિનમાં નુકશાન થયું છે અને આગ વનરાજીમાં ફેલાઈ હોય તો વધુ ભીષણ બની ગઈ હોત. ત્યારે આગ માટે જવાબદાર સામે પગલાં લઈને શહેરમાં દાખલા બેસાડાય તે ઈચ્છનીય છે. શહેરમાં આ અગાઉ પણ આગની કેટલીક ઘટનાઓ બની ચુકી છે ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓ રોકવા માટે તંત્ર દ્વારા આગોતરા આયોજનથી યોગ્ય પગલાં લેવામા આવે તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો