ગાંધીનગર સિવિલમાં ત્રીજા માળે આવેલા આઇસીયુ વોર્ડ પાસેના ઇલેક્ટ્રિક રુમમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જેને લઇને આસપાસમાં રહેલા દર્દીઓના જીવ પડીકે બંધાઇ ગયા હતા. આગના સમાચાર મળતા જ તાત્કાલિક હાજર સ્ટાફ દ્વારા ફાયરના સાધનોનો ઉપયોગ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, આગમાં કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી, પરંતુ ભાગદોડ મચી ગઇ હતી.
મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલમાં ત્રીજા માળે આવેલા આઇસીયુ વોર્ડ પાસે ઇલેક્ટ્રિક રુમ આવેલો છે. જેમાં ગુરુવારે બપોરના સમયે એકા એક આગ લાગી હતી. તે સમયે ઇલેક્ટ્રિક રૂમમાં રહેલા વાયરોમા આગ લાગતા અફરા તફરી મતી ગઇ હતી. આગ લાગવાનુ કારણ વાયર ગરમ થઇ ગયા હોવાનુ પ્રાથમિક કારણ સામે આવ્યુ હતુ.
જોકે, આગ લાગવાના સમાચાર મળતાની સાથે જ હાજર કર્મચારીઓ દ્વારા ફાયરના સાધનોનો ઉપયોગ કરીને આગ બુજાવી દીધી હતી. જ્યારે આગના સમાચાર મળતા દર્દીઓને બહાર લાવી દેવામાં આવ્યા હતા. આ બનાવમાં કોઇ જાનહાનિ સામે આવી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.