બેંકમાં આગ:દહેગામના ભરચક વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની બ્રાંચમાં આગ, તાળા તોડીને આગ ઉપર કાબુ મેળવાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડનું પ્રાથમિક તારણ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ માંગ વધી જવાથી શોટ સર્કિટના કારણે આગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આજે સવાર ગાંધીનગરના દહેગામ બસ સ્ટેન્ડ પાસેના ભરચક વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં અચાનક આગ લાગવાથી ધુમાડા બહાર આવવા લાગ્યા હતા. જેનાં કારણે ફાયર બ્રિગેડ દ્વારા બેંકના તાળા તોડીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

રાજ્યમાં પડી રહેલી આકરી ગરમીમાં રોજબરોજ નાની મોટી આગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આજે ગાંધીનગરનાં દહેગામ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયા ઇન્ડિયાની બ્રાંચના અચાનક આગ લાગી હતી. જેનાં કારણે બંધ બેંકના શટરમાંથી ધુમાડા બહાર નીકળવા માંડ્યા હતા. વહેલી સવારે અચાનક જ બેંકમાંથી આગના ધુમાડા બહાર આવતા બજાર વિસ્તારનાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આ અંગે જાણ થતાં દહેગામ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે, આગ બેંકની અંદર લાગી હોવાથી અને શટર પણ બંધ હોવાથી આખરે ફાયર બ્રિગેડ દ્વારા બૅન્કના તાળાં તોડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આગની જવાળાઓ શાંત થઈ ગઈ હતી.

ફાયર બ્રિગેડની ટીમે પાણી મારો ચલાવીને આગને સંપૂર્ણ કાબુમાં લઈ લીધી હતી. બેંકના પ્રવેશ દ્વારનાં એન્ટ્રી મશીન તેમજ મેનેજરની કેબિનમાં આગ લાગી હતી. બનાવના પગલે દહેગામ પોલીસે પણ દોડી જઈને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લેવામાં લઈ ટ્રાફિક જામના દૃશ્યો રોકી દેવામાં આવ્યા હતા. બેંકમાં આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયર બ્રિગેડ દ્વારા અનુમાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...