તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો નિયમ:ટ્રાફિક ગુનાઓમાં હવે માત્ર જવાબદાર વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલ કરાશે

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • અત્યારસુધી વાહનમાલિક, ડ્રાઈવર, કંડક્ટર કે પેસેન્જર પાસેથી ડબલ દંડ વસૂલાતો હતો

રાજ્ય સરકારે મોટર વાહન અધિનિયમ હેઠળ નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં માંડવાળના દરોમાં, વસૂલાતના નિયમોમાં ફેરફાર કરીને ટ્રાફિક ગુના માટે હવે માત્ર જવાબદાર હોય તે વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે. આગાઉ ટ્રાફિક ગુનાઓમાં સ્થળ દંડ કે માંડવાળ ફીની વસૂલાત વખતે ડ્રાયવર, કંડક્ટર, વાહન માલિક કે પેસેન્જર પાસેથી ડબલ દંડ વસૂલાતો હતો.

દંડ બાબતે વધુ પારદર્શિકતા લાવવા નિર્ણય
વાહન વ્યવહાર કમિશનર કચેરીના જણાવ્યા પ્રમાણે આવા ગુનામાં ટ્રાફિક ગુનામાં ખરેખર જવાબદાર ડ્રાઇવર, માલિક કે વાહન સંબંધી જવાબદારીની કાયદાકીય જોગવાઇ અનુસાર સ્પષ્ટ થાય તથા અર્થઘટનના ગુંચવાડા ઉભા ન થાય તે ધ્યાનમાં રાખીને ખરેખર જવાબદાર હોય તેની પાસેથી માંડવાળ ફી વસૂલ કરવાની જોગવાઇ નક્કી કરતો ઠરાવ બહાર પડાયો છે. આ નિર્ણયથી જનતાની ટ્રાફિક ગુના અંગે સભાનતા વધશે અને દંડની વસૂલાતમાં પારદર્શિતા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો