ગુજરાત વિધાનસભાની ચૂંટણી:ઉમેદવારોનું ‘આખરી લિસ્ટ’ તૈયાર, આજકાલમાં જાહેરાત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમિત શાહે ગુજરાત ભાજપ કોર કમિટીની બેઠક લીધી
  • ઉમેદવારના અન્ય રેકોર્ડ જોવાને બદલે જો તે જીતના સમીકરણમાં ફીટ હોય તો ભાજપ ટિકિટ આપી દેવાની વેતરણમા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ બુધવારે બેસે તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠક મળી છે. આ બેઠકમાં શાહ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. ગુજરાત ભાજપ પોતાની પહેલી યાદી આજકાલમાં જાહેર કરે તેવી શક્યતા છે.

બપોર બાદ શરૂ થયેલી આ બેઠક સાત કલાક જેટલો લાંબો સમય ચાલી હતી, આ પહેલા સોમવારે સાંજે પણ શાહના નિવાસ સ્થાને ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ સાથે આઠ કલાક જેટલા લાંબા ગાળા માટે એક મિટિંગ થઇ હતી. કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની સમક્ષ હવે બેઠક દીઠ માત્ર એક કે બે જ નામ જશે જે આખરી થઇ જતાં તરત જ બોર્ડ તરફથી ઉમેદવારોની ઘોષણા કરી દેવામાં આવશે. જો કે એક સાથે 182 બેઠકોની યાદી જાહેર થવાને બદલે બે અલગ-અલગ યાદી બહાર આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કમલમ પર મળેલી પસંદગી સમિતિની બેઠકમાં જે નિર્ણય લેવાયો હતો તે નિયમ યથાવત્ રહેશે. ગુજરાતમાં ધારાસભ્યોને બદલવા જ છે તેવા ક્રાઇટેરિયા પાળીને જે-તે ધારાસભ્યના અન્ય પરિબળો ધ્યાનમાં રાખવાને બદલે તે જીતના સમીકરણમાં ફીટ હોય અને પાર્ટી કે સરકાર માટે નડતરરૂપ ન બને તેમ હોય તેવાને રીપીટ કરાય તેવી શક્યતા છે. જો કે તેમ છતાં 40 જેટલાં જૂના ચહેરાન હટાવીને નવાં ચહેરા મેદાનમાં લાવવામાં આવશે. ​​​​​​​

​​​​​​​આમની બેઠક સાત કલાક જેટલો લાંબો સમય ચાલી હતી, આ પહેલા સોમવારે સાંજે પણ શાહના નિવાસ સ્થાને ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ સાથે 8 કલાક જેટલા લાંબા ગાળા માટે એક મીટિંગ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...