તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:રાંધેજામાં છાપરું ખાલી કરવા બાબતે મારામારી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાળાએ બનેવીને જાનથી મારવાની ધમકી આપી
  • બનેવીને માથામાં લાકડાનો ધોકો મારતાં સારવાર હેઠળ ખસેડાયો

રાંધેજા ગામમા રહેતા સાળા બનેવી વચ્ચે છાપરુ ખાલી કરવા જેવી સામાન્ય બાબતે મારામારી કરી હતી. મળતી માહિતી મુજબ 45 વર્ષિય પપાભાઇ ઉર્ફે કરણભાઇ બાલાભાઇ દંતાણી (રહે, રાંધેજા ટીંબાવાળો વાસ. મૂળ રહે, સુખડ, તા.પ્રાંતિજ, જિ. સાબરકાંઠા) ભાઇ બહેન વચ્ચે છાપરૂ ખાલી કરવા બાબતે બબાલ ચાલી રહી હતી. તે સમયે કરણભાઇ બહારથી આવતા તેની પત્નિએ પતિને કહ્યુ હતુ કે, કમલેશ છાપરૂ ખાલી કરી મૂળ ગામમા જવાનુ કહી રહ્યો છે. મે તેને કહ્યુ હતુ કે અમે અહિથી છાપરુ ખાલી કરી જવાના નથી. તે સાંભળતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઝગડો કરવા આવ્યો હતો.

કમલેશના બનેવીએ મારે પાંચ નાની દિકરી અને એક દિકરો છે, જે મોટો થશે એટલે જતા રહીશુ કહેતા એકદમ ગુસ્સામા આવીને બનેલીને ધોકો માર્યો હતો.બનેવીને માથામા લાકડાનો ધોકો મારવાના કારણે લોહી નિકળવા લાગ્યુ હતુ. તેમ છતા ગડદાપાટુનો મારમાર્યો હતો. જ્યારે બિભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇને આજુબાજુમા રહેતા લોકો બંને વચ્ચે પડતા મારામારી કરતા બચાવ્યા હતા, બાદમા ઇજાગ્રસ્ત બનેવીને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ લઇ જવાયા હતો

અન્ય સમાચારો પણ છે...