શહેરના સેક્ટર 15 ખાતે આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)માં ફરજ બજાવતા કોચ અને ઉંચા કૂદકામાં પસંદગી પામેલા ખેલાડી વચ્ચે મારામારી થઇ હતી. કોચ તેમના મિત્રો સાથે બખેડો કરતા હોવાથી ખેલાડીને તેમનો અવાજ નહિ કરવાનુ કહેતા મારમાર્યો હતો તેવી ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કોચએ ફરિયાદ નોંધાવી હતી કે, હુ રાઉન્ડમાં નીકળ્યો હતો, તે દરમિયાન ખેલાડીએ મારી પાસે ડોક્યુમેન્ટ જોવા માગ્યા હતા, જે નહિ બતાવવા મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ રામપાલ વેદસિંઘ (રહે,ઇ લાઇટ હોસ્ટેલ,સાઇ. મૂળ, હરિયાણા)એ ફરિયાદ નોંધાવી હતી કે, મારા કોચ સુનિલભાઇ મારી બાજુના રુમમાં રહે છે, ત્યારે તેમણે રાત્રિના સમયે તેમના મિત્રોને બોલાવતા બખેડો કરી રહ્યા હતા. જેથી ખેલાડી ડિસ્ટર્બ થતા તેમને સમજાવવા ગયો હતો. પરંતુ નહિ માનતા ખેલાડીએ કોચ વિરુદ્ધમાં અરજી કરી રહ્યો હતો. તે સમયે કોચ ખેલાડી પાસે આવ્યો હતો અને બોલાચાલી કરતા ઉશ્કેરાઇ ગયા પછી મારામારી કરી હતી. ઝગડો વધારે થતા અન્ય કોચ અને સિક્યુરીટી ગાર્ડ આવતા બચાવવામાં આવ્યો હતો. જેથી ખેલાડીએ કોચ સુનિલ સામે સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ કોચ સુનિલ અજીતસિંગ તનવર (રહે, ક્વોટર નંબર 68/1, ઘ ટાઇપ સેક્ટર 23. મૂળ રહે, હાલુવાસ, હરિયાણા)એ ફરિયાદ નોંધાવી હતી કે, સાઇ ખાતે એથ્લેટિકના કોચ તરીકે ફરજ બજાવે છે. ત્યારે આજે ગુરુવારે સવારના સમયે સાઇ ખાતે મેદાનમાં રાઉન્ડ મારી રહ્યો હતો. તે સમયે ઉંચા કૂદકામાં પસંદગી પામેલો ખેલાડી રામપાલ વેદસિંઘ મારી પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તમારી પાસે બેગમાં રહેલા ડોક્યુમેન્ટ મને બતાવો, જેથી મે ના પાડતા ઉશ્કેરાઇ ગયો હતો અને મારી પાછળ પાછળ આવીને ગાળાગાળી કરી ઉશ્કેરાઇ જઇને મારામારી કરી હતી. જેથી કોચએ ખેલાડી સામે સેક્ટર 7 પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.