મારામારી:ટીંટોડામાં જન્મ દિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે મારામારી

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના યુવકનો બર્થ ડે હોવાથી કલોલથી મિત્રોને બોલાવ્યા હતા

ટીંટોડા ગામમા જન્મ દિવસ મનાવવા એકઠા થયેલા મિત્રોમા સામાન્ય બાબતે મારામારી થતા મામલોલ પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જન્મ દિવસની ઉજવણીમા સામેલ કરવા બોલાવવામા આવેલા કલોલના મિત્રોને ગામના મિત્રોએ માર મારતા પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવતા કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ ગોપાળજી ખોડાજી ઠાકોર (રહે, પલસાણા, કલોલ) ખેતી કરી પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યો છે. ત્યારે ગત 1લી જાન્યુઆરીના રોજ ટીંટોડા ગામમા રહેતા ટીનાજી દિવાનજી ઠાકોરનો જન્મ દિવસ હોવાથી આમંત્રણ આપવામા આવ્યુ હતુ. જેમા તેની સાથે તેનો મિત્ર રાજ સોનાજી ઠાકોર (રહે, કલોલ) સંદિપ અશોકજી ઠાકોર સાથે ટીંટોડામા આવેલી કોલેજ પાસે આવેલી એક ઓરડીમાં ગયા હતા. જ્યાં જમવાની વ્યવસ્થા કરાઇ હતી અને મિત્રો જમીને વાતો કરી રહ્યા હતા.

તે દરમિયાન રાત્રિના આશરે સાડા દસ વાગ્યાના અરસામા વિશાલ ઉર્ફે પપ્પી ભુપતભાઇ દંતાણી (રહે, સઇજ) સાથે વાતચિત દરમિયાન ઝગડો થયો હતો. જેમા મનફાવે તેમ ગાળો બોલી મોઢા ઉપર ફેંટો મારવામા આવી હતી. ઝગડો જોઇ રાજ ઠાકોર છોડાવવા વચ્ચે પડ્યો હતો. તે સમયે રાજુ હિંમતજી ઠાકોર અને અનિલ ચેલાજી ઠાકોર (બંને રહે, ટીંટોડા) બાજુમાં પડેલી લાકડીઓ લઇને વિશાલ ઉર્ફે પપ્પીનો પક્ષ લઇને રાજને માથામા મારવા લાગ્યા હતા.

તે સમયે રોહિત ઉમાજી ઠાકોર (રહે, સઇજ) પણ વિશાલનો પક્ષ લઇ મારામારી કરવા લાગ્યો હતો. જેને લઇને ટીનાજી ઠાકોરે વચ્ચે પડતા મામલો શાંત પાડ્યો હતો. આ બનાવની જાણ રાજના મિત્રોને કરવામા આવતા તે કાર લઇને આવતા કલોલની ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યારે વિશાલ, રાજુ, અનિલ અને રોહિત સામે પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...