તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની કામગીરી ઉપર પ્રશ્ર્ન:કોલવડા ગામના જમીન દલાલના કેસમાં આરોપીઓને પકડવામા ફીફાં ખાંડતી પોલીસ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દલાલે 6 વ્યાજખોરના ત્રાસથી દવા ગટગટાવી હતી
  • ઘટનાને 1 મહિનો થવા આવ્યો છતા પોલીસ આરોપીઓને હજુ સુધીમાં પકડી નહીં શકતાં ફરિયાદીમાં ભારે આક્રોશ

કોલવડા રહેતા જમીન દલાલે 6 વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી દીધી હતી. જેમા મહાપાલિકાના પૂર્વ ચેરમેનનો પણ સમાવેશ છે. ચાર આરોપીઓ દ્વારા આગોતરા જામીન અરજી કરવામા આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા તેને નામંજુર કરાઇ હતી. ત્યારે આત્મહત્યાને એક મહિનો થવા આવ્યો છતા પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી અને ફીફા ખાંડી રહી છે.

કોલવડા ગામમા રહેતા અને જમીન દલાલીનો વ્યવસાય કરતા સુરેશ શકરાભાઇ દલાલે ગત 5 ઓગસ્ટેવ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોએ મહાપાલિકાના પૂર્વ ચેરમેન અને વાવોલના નાગરિક રાકેશ પટેલ સહિત કોલવડાના કરણસિંહ ભવાનીસિંહ વાઘેલા, કુડાસણ વૃંદાવન સોસાયટીમાં રહેતા રજની અંબાલાલ પટેલ, સે-26 કિસાનનગરમાં રહેતા ભરતભાઈ નારણભાઈ પટેલ (મૂળ રહે. રાંધેજા), કિસાનનગરમાં રહેતા દિનેશ મંગળદાસ પટેલ, સે-3ના પાર્થ ચુડાસમા સામે પેથાપુર પોલીસમા ગુનો નોંધાયો હતો.

આ ઘટનાને એક મહિનો થવા આવ્યો છે, આરોપીઓ પકડાતા નથી ત્યારે પોલીસ હાથ ઉપર હાથ રાખી બેસી રહી હોય તેવુ જોવા મળી રહી છે. સૂત્રોના કહેવા મુજબ પૂર્વ ચેરમેન અગાઉ સેક્ટર 24મા ભીના સૂકા કચરા સમયે આવ્યો હતો, કારમા બેસીને આદેશ છોડી રહ્યો હતો. છતા પોલીસને આરોપીઓ મળતા નથી. એક વિધવા મહિલા તેના પતિને ન્યાય મળે તે માટે મથામણ કરે છે. જ્યારે પોલીસ ગંભીરતા બતાવતી નથી. જેથી પોલીસની કામગીરી ઉપરથી લોકોને ભરોસો ઉઠતો જઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...