• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Female Principal Of Government Secondary School Of Halwad Wrote Suicide Note And Cut Short Her Life By Hanging Herself At Her House In Gandhinagar.

'હું મારા મોત માટે ખુદ જવાબદાર છું':હળવદની સરકારી માધ્યમિક શાળાની મહિલા આચાર્યે સ્યુસાઇડ નોટ લખી ગાંધીનગરના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યૂ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30મી ઓગસ્ટથી સંપર્ક ન થતાં પરિવારે હળવદ પોલીસ મથકમાં ગુમ થયાની જાણવા જોગ પણ નોંધાવી હતી
  • ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતા પાડોશીઓએ જાણ કરતાં વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો

ગાંધીનગરના કોબાની પાર્શ્વનાથ સોસાયટી માં મોરબીનાં હળવદ તાલુકાનાં મેરુપરા ગામની RMSA સરકારી માધ્યમિક શાળાની મહિલા આચાર્યે સ્યુસાઇડ નોટ લખીને સાડી વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં પાડોશીઓએ જાણ કરતાં અડાલજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કરતાં મહિલા આચાર્ય 30 મી ઓગસ્ટથી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ હળવદ પોલીસ મથકમાં દાખલ થઈ હોવાનું પણ બહાર આવ્યું છે.

ઘરમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી
ગાંધીનગરના કોબાની પાર્શ્વનાથ સોસાયટી ખાતેનાં ઘરમાંથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. જેનાં પગલે અડાલજ પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર એસ આર ડામોર તેમજ જમાદાર મહેશભાઈ, અરવિંદભાઈ સહિતના પાર્શ્વનાથ સોસાયટી દોડી ગયા હતા. જ્યાં જે ઘરમાંથી દુર્ગંધ આવતી હતી એ ઘરનો દરવાજો ખુલ્લો હતો અને લોખંડની જાળી અંદરથી બંધ કરેલી હતી.

મોરબીની RMSA સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા
બાદમાં પોલીસ જાળી ખોલીને ઘરમાં પ્રવેશી હતી. જ્યાં રૂમમાં પંખાએ સાડી વડે ગળાફાંસો ખાધેલ હાલતમાં મહિલાની બે ત્રણ દિવસ જુની વિકૃત લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. આ અંગે અડાલજ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના કોબા પાર્શ્વનાથ સોસાયટીમાં રહેતાં 40 વર્ષીય આશાબેન કાળુભાઈ વાઢેર મૂળ હળવદનાં વતની હતા. જેમના પરિવારમાં માતા અને બે ભાઈઓ છે. જે વતનમાં રહે છે. જ્યારે આશાબેન મોરબીના હળવદ તાલુકાનાં મેરુપરા ગામની RMSA સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. તેમ છતાં ગાંધીનગરમાં કોબાની પાર્શ્વનાથ સોસાયટીમાં મકાન ભાડે રાખીને એકલા રહેતા હતા.

પરિવારે ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી
ગત તા. 30 મી ઓગસ્ટના રોજ આશાબેન નોકરીએ ગયા હતા. જે પછીથી ફરજ પર પરત ફર્યા ન હતા. આ તરફ 30 મી ઓગસ્ટથી આશાબેન સાથે સંપર્ક નહીં થતાં વતનમાં રહેતાં પરિવારે હળવદ પોલીસ મથકમાં ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.ત્યારે ગઈકાલે વિકૃત હાલતમાં આશાબેનનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા પરિવારને જાણ કરવામાં આવી હતી.

આશાબેને અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા
વધુમાં પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, આશાબેને અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ પતિ સાથે મનમેળ નહીં આવતાં પાંચેક વર્ષથી છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારથી આશાબેન એકલવાયું જીવન જીવતા હતા. આપઘાત કરતા પહેલા આશાબેને લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે હું મારી મરજીથી આપઘાત કરી રહ્યું છું. જેનાં માટે કોઈ જવાબદાર નથી.

પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લઈ હેન્ડ રાઈટિંગ એક્સપર્ટની મદદ લીધી
જેનાં પગલે પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લઈ હેન્ડ રાઈટિંગ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી છે. તેમજ લાશનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી પરિવારનાં નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આશાબેન મૂળ હળવદના વતની હતા અને નોકરી પણ ત્યાં જ કરતાં હતાં છતાં ગાંધીનગરના કોબામાં શા માટે મકાન ભાડે રાખીને રહેતા એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...