નિર્ણય:કોરોનામાં માતા-પિતા ગુમાવનારા 11,12 સાયન્સના છાત્રોની ફી માફ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના પ્રિન્સિપાલે નિર્ણય લીધો

કોરોનાની મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર ધોરણ-11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓની ફી માફ કરવાનો નિર્ણય ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના પ્રિન્સિપાલે લીધો છે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ-11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. ઘાતક બનેલી કોરોનાની બીજી લહેરમાં અનેક વિદ્યાર્થીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

ત્યારે તેની સીધી અસર તેઓના શૈક્ષણિક કાર્ય ઉપર પડી શકે છે. નગરના સેક્ટર-25માં આવેલી ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ શાળાના ટ્રસ્ટી તથા શિક્ષણ મેનેજમેન્ટ દ્વારા 100 ટકા ફી માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમલવારી વર્ષ-2021-22 શૈક્ષણિક સત્ર દરમિયાન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ અપાશે.

અન્ય સમાચારો પણ છે...