રજૂઆત:રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના પગલે શાળા-કોલેજો બંધ કરવા શિક્ષણમંત્રી સમક્ષ મહાસંઘની માંગ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અહમ જીદ છોડીને શાળા - કોલેજો બંધ કરવાનો નિર્ણય લે - કેસરીસિંહ બીહોલા

દેશ સહિત ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનું સંકટ વધી રહ્યું છે એવામાં રાજયના પાટનગર ગાંધીનગરમાં પણ વાયબ્રન્ટની તૈયારીઓ વચ્ચે કોરોનાએ શહેરને ભરડામાં લેવાની શરૂઆત કરી દીધી છે. જેનાં પગલે શાળા - કોલેજો તાત્કાલિક ધોરણે બંધ કરી સંપૂર્ણ રીતે ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવાં માટે શહેર વસાહત મહાસંઘ દ્વારા રાજય શિક્ષણ મંત્રીને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે.

રાજ્યના મોટા શહેરોમાં કોરોના તથા ઓમિકૉન વેરિયન્ટ કેસો દિનપ્રતિદિન રોકેટ ગતિએ વધી રહ્યા. છે જેના લીધે શહેરો અને રાજયમાં નાગરિકો સંક્રમિત થતા જાય છે. સરકારી આકડા મુજબ રાજયમાં આજે 1200 ઉપર આવી રહ્યા છે. અને ગાધીનગર શહેરમાં કોરોનાએ શહેરને ભરડામાં લેવાની શરૂઆત કરી દીધી છે.

આ અંગે શહેર વસાહત મહાસંઘનાં પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, અત્યારે હાલ રાજ્યની તમામ સ્કૂલો ચાલુ છે. વિધાર્થી ઘરેથી પોતાની રીતે અથવા સ્કૂલ વાહનોમાં ખીચોખીચ ઘેટાં બકરાંઓની જેમ આવતા હોય છે. સરકારી કોવિડ ગાઈડલાઈન પણ જળવાતી નથી આથી બાળકો સંક્રમિત થવાનો સંભવ રહેલો છે.

કોઈ એક વિધાર્થી સંક્રમિત થઈને કલાસ રુમમાં વિધાર્થીઓ સાથે બેસે ત્યારે તેની સાથે બેઠેલા હોય તમામને કોરોના કેસનો ચેપ લાગી શકે છે. વધુમાં સ્કુલમાં સવારે આવે અને સાંજે ધરે જાય ત્યાં સુધી સતત માસ્ક પહેરવાંને કારણે ઓક્સિજન લેવલ નથી તથા અન્ય ઈન્ફેક્શનની તકલીફ બાળકોને થઈ શકે છે અને સ્કુલમાં કોરોનાનાં ડરને કારણે માનસિક બાળકો સતત ટેન્શન રહ્યા કરે છે.

આથી વધતા જતા કેસોને કારણે સ્કુલના બાળકો સંક્રમિત થાય નહિ અને ગત વર્ષની જેમ રાજ્યના અનેક બેદરકારીને કારણે નાગરિકોનો ભોગ લેવાયો તેનું પુનરાવર્તન થાય નહિ અને સ્કુલના બાળકો સંક્રમિત થઈ જીવલેણ રોગનો ભોગ બને નહીં તેની અગમચેતીના ભાગરૂપે રાજ્યની શાળા કોલેજો બંધ રાખવામાં આવે તેવી માંગણી છે.

વધુમાં જાન્યુઆરી 10-11 તારીખે ગાધીનગર મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહેલ છે જેમાં દેશવિદેશમાં થી આમંત્રિત ડેલીગેટો મહેમાનો આવશે અને માનવ મહેરામણ ઉભરાશે સરકારી કોવિડ ગાઈડલાઈન જળવાશે નહિ જેના કારણે સરકારી કમૅચારીઓ અધિકારીઓ નાગરિકો અને સ્કુલના બાળકો સંક્રમિત થવાની વધુ શકયતાઓ રહેલી છે આથી સમગ્ર હાલની પરિસ્થિતિ ને ધ્યાને લઈ શિક્ષણ મંત્રી તેમનો અહમ જીદ છોડી બાળકોના ભાવિ આરોગ્યનો ખ્યાલ રાખી તાકીદે શાળા કોલેજો બંધ કરવા જનહિતનો નિણૅય લેવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...