તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાની ભિતી:ઊભરાતી ગટરોથી ઝુંડાલ ગામમાં રોગચાળાની ભિતી!

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલોલ અને ધોળાકૂવા જેવી સ્થિતીનું નિર્માણ થાય તેવી વધતી જતી સંભાવના

ઉભરાતી ગટરો અને પીવાના પાણીમાં ભળતા ગટરના પાણીને પગલે કલોલ અને ધોળાકુવા રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર મનપામાં સમાવિષ્ટ ધોળાકુવા ખાતે પણ ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાઈ છે.

ઝુંડાલ ગામમાં જોગણીમાતા મંદિર પાસે ગટર ઉભરાવવાની સમસ્યા છે. ઉભરાતી ગટરોને પગલે અસહ્ય દુર્ઘંધ અને અવરજવરમાં પડતી મુશ્કેલીથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. આ અંગે ઝુંડાલ ગામના બાલાજી વાઘેલાએ કહ્યું હતું કે, ગટર ઉભરાવવા અંગે અનેક વખત તંત્રમાં રજૂઆત કરવા છતાં તેનો કોઉ ઉકેલ આવતો નથી. તંત્ર જાણે કે કોઈ રોગચાળો ફેલાય તેની રાહ જોઈને બેઠું છે. ઝુંડાલમાં પણ કલોલ-ધોળાકુવા જેવી સ્થિતિ ઉભી થાય પહેલાં ઉભરાતી ગટરોની કામગીરી કરવી જરૂરી છે.’

અન્ય સમાચારો પણ છે...