તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ગાંધીનગરના સેકટર-5માં ગટરો ઉભરાતી હોવાથી રોગચાળો ફેલાવાની દહેશત, સમસ્યાનું નિવારણ લાવવા માંગ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા અઠવાડિયાથી ગટરો ઉભરાતી રહેતી હોવાથી સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ
  • તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય

ગાંધીનગર હજી સંપૂર્ણ કોરોના મૂક્ત થયું નથી ત્યારે છેલ્લા અઠવાડિયાથી સેકટર 5/સી વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી ગટરો ઉભરાતી રહેતી હોવાથી સ્થાનિક વસાહતીઓમાં રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી છે.

ગાંધીનગરનાં સેકટર 24, સેકટર-29 સહિતના ઘણા વિસ્તારોમાં ગટર ઉભરાવવાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે છેલ્લા અઠવાડિયાથી સેકટર 5/સી ના પ્લોટ નંબર 800/1 આજુબાજુની તમામ રહેણાંક મકાનો આગળની ચોકડીની ગટરો સતત ઉભરાઈ રહી છે. જેનાં કારણે કાદવ કીચડ અને ઞંદુ પાણી ગટરમાંથી બહાર આવતું રહેતું હોવાથી આ વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે.

આ બાબતે સ્થાનિક વસાહતીઓ દ્વારા પાટનગર યોજના ભવન તેમજ સેકટર-3 સુવિધા કચેરીમાં બેથી ત્રણ વાર લેખીતમાં ફરિયાદ બુકમાં ફરીયાદ નોંધાવવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા લેખિત ફરિયાદ સામે આંખ આડા કાન કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. જેથી કરીને વસાહતીઓને દુર્ગંધ મારતી ગટરો ના પાણી વચ્ચે દિવસો પસાર કરવાની નોબત આવી છે.

આ અંગે સેકટર-5 વસાહત મહામંડળના પ્રમુખ કેશરીસિહ બિહોલાએ જણાવ્યું હતું કે, વારંવાર ફરિયાદો કરવા છતાં સંબંધિત કર્મચારીઓ કે અધિકારીઓ સ્થળ મુલાકાત કરવા આવતા નથી. અત્રેન મકાનોની આગળની તમામ જાહેર રોડ પરની ગટરો ભરાઇ જવાથી ચોકઅપ થઈ જવાથી દૂષિત પાણી ગટર માંથી બેક રહ્યા છે. જેના કારણે ચોકડી અને મકાન અંદર ગટરો ઉભરાય છે.

અત્યારે વરસાદની સીઝનના કારણે વરસાદ ગમે ત્યારે વરસી શકે છે. તે સમયે પણ ગટરો ઉઘરાવવાની ચાલુ રહેશે તો દૂષિત દુર્ગંધ મારતું પાણી રસ્તાઓ પર ફરી વળશે અને રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. ગાંધીનગર માં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે ગટરો ઉભરાવવાની સમસ્યાએ વસાહતીઓ ને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આથી મેલેરિયા, ટાઈફોઈડ અને ડેન્ગ્યુ જેવા જંતુનાશક રોગનો ભોગ વસાહતીઓ ન બને તે માટે આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવાની માંગણી કરવામાં આવે છે. અન્યથા ના છુટકે સેકટર-5 ના વસાહતીઓની સાથે મળીને પાટનગર યોજના પાણી પુરવઠા અને ગટર વિભાગની કચેરીમાં મોરચો લઈ જવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...