તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલનની ચીમકી:વાવોલમાં રહેણાક વિસ્તારમાંથી ભારે વાહનોથી અકસ્માતનો ભય

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભારે વાહનો રહેણાંક વિસ્તારમાંથી પસાર થતાં રહિશોને અકસ્માતનો ભય . - Divya Bhaskar
ભારે વાહનો રહેણાંક વિસ્તારમાંથી પસાર થતાં રહિશોને અકસ્માતનો ભય .
 • વાહનો બાયપાસ ડાઈવર્ટ નહીં થાય તો અહિંસક આંદોલન થશે

વાવોલમાં રહેણાંક વિસ્તારમાંથી ભારે વાહનો પસાર થાય નહી તે માટે ડાયવર્જન આપવામાં આવ્યું છે. તેમ છતાં ભારે વાહનો રહેણાંક વિસ્તારમાંથી પસાર થતાં સ્થાનિક રહિશોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ઉપરાંત નાના વાહન ચાલકોને હાલાકી પડી રહી હોવાથી ભારે વાહનોને બાયપાસવાળા માર્ગે ડાયવર્ટ કરવામાં આવે તેવી સ્થાનિક રહિશોમાં માંગ ઉઠી છે. છેલ્લા દસેક વર્ષમાં વાવોલ ગામના પ્રવેશના તમામ માર્ગો ઉપર સોસાયટીઓ અને ફ્લેટ બની જતા ભારે વાહનો સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય નહી તે માટે બાયપાસ રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ ભારે વાહન ચાલકો બાયપાસવાળા માર્ગનો ઉપયોગ કરતા નથી.

ઉલ્લેખનીય છે કે વાવોલના આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગની ગાડી ફરતી હોય છે. તેમ છતાં ભારે વાહનોને બાયપાસવાળા માર્ગે ડાયવર્ટ કરાતા નહી હોવાનો આક્ષેપ સ્થાનિક રહિશોએ કર્યો છે. વાવોલના શાલીન-3, શાલીન-4, શાલીન-5, સંકલ્પ રોયલ, નિલકંઠ વીલા, કિર્તિધામ સહિતની અનેક સોસાયટીઓમાંથી ભારે વાહનો પસાર થતાં સ્થાનિક નાના મોટા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. વાવોલના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતાં ભારે વાહનોને બાયપાસવાળા માર્ગે ડાયવર્ટ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ સ્થાનિક લોકોએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો