તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:AAPનો ડર! સે-27માં ગટરનાં ઢાંકણાં મુદ્દે રજૂઆતના એક જ દિવસમાં કામ થઈ ગયું

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સે-27 ખાતે રજૂઆત પહેલાં અને રજૂઆત પછી ગટરનાં ઢાંકણાંની સ્થિતિ - Divya Bhaskar
સે-27 ખાતે રજૂઆત પહેલાં અને રજૂઆત પછી ગટરનાં ઢાંકણાંની સ્થિતિ
  • એકતા કોલોનીમાં તૂટી ગયેલાં ઢાંકણાં, યોગ્ય લેવલ અંગે તંત્રે કામગીરી કરી

સુરત કોર્પોરેશન વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં કરેલા દેખાવ અને તે બાદની કામગીરી બાદ ગાંધીનગર સહિતના વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે તંત્રમાં પણ આપનો ડર પેઠો છે. સામાન્ય રીતે સ્થાનિકો પોતાની રજૂઆતો માટે 2-4 ધક્કા ખાય કે ચપ્પલ ઘસી નાખે પછી કામ થતું હોય છે. પરંતુ સેક્ટર-27 ખાતેની સમસ્યા અંગે તંત્રે જે ઝડપે કામગીરી કરી તે ખરેખર સરાહનીય છે. જોકે આ ઝડપી કામગીરી આપના સ્થાનિક નેતાની રજૂઆત પછી આવી હોવાની ચર્ચા સ્થાનિકોમાં છે. આપના નેતા ભરતભાઈ જોશીએ સે-27 એકતા કોલોનોની સમસ્યાઓ અંગે મ્યુનિસિપલ કમિશનર અને પાટનગર યોજના વિભાગને આવેદન પત્ર આપ્યું હતું. સોમવારે આ અંગેનું આવેદનપત્ર અપાયું હતું અને મંગળવાર સુધીમાં તો સ્થાનિકોની સમસ્યાનું સમાધાન થઈ ગયું હતું. અહીં નવો રોડ બનતા ગટરના ઢાંકણાનું લેવલ નીચે આવી ગયું હતું, કેટલાક સ્થળે ગટરનું ઢાંકણું ખૂલી ગયું હતું તે ક્યાંક ઉંધું હતું. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું સમાધાન કરતાં સ્થાનિકોએ હાલતનો દમ લીધો હતો. આપ દ્વારા કરાયેલ આ કામગીરી લોકોમાં રાહતની પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...