લોકોમાં ભય:રણાસણ સર્કલ પાસે હાઇવે પર ખાડા જોખમી બનતા લોકોમાં ભય

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ સાઇડમાં લારીઓના દબાણ ટ્રાફિક માટે માથાનો દુ:ખાવો બન્યાં

ગાંધીનગર અમદાવાદની બોર્ડર ઉપર આવેલા રણાસણ સર્કલની પાસે અનેક વખત અકસ્માતના બનાવ સામે આવ્યા છે. સર્કલની બિલકુલ અડીને બસ સ્ટેન્ડ હોવાથી ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. તેવા સમયે રોડ ઉપર પડેલા ખાડા અકસ્માત નોતરી શકે છે, તેમ છતા હાઇવે ઓથોરીટી દ્વારા ખાડા પુરવામા આળસ કરવામા આવી રહી છે.

આ બાબતને લઇ વાહન ચાલકોમા રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાની બોર્ડર ઉપર રણાસણ સર્કલ એક નહિ ચાર તરફથી મુસાફરોનો ઘસારો જોવા મળે છે. જ્યારે સર્કલની ફરતે જેમા ખાસ કરીને મોટા ચિલોડા તરફ આવતા રસ્તા ઉપર મસ મોટા ખાડા પડેલા છે, જેના કારણે મોટા અને નાના વાહન ચાલકોને સંભાળીને વાહન ધીમુ ચલાવવુ પડે છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. હિંમતનગર અને રાજસ્થાન તરફ જતા લોકોની સંખ્યામા પણ વધારો જોવા મળે છે. ત્યારે આ ખાડા જીવલેણ બની રહ્યા છે.

સર્કલની ફરતે ચા નાસ્તાની રેકડીઓ મોટા પ્રમાણમા ગોઠવાઇ ગયેલી છે. તેવા સમયે ખાડાના કારણે જો વાહન પલટી મારી જાય તો નજીકમા ઉભા રહેલા રેકડીવાળા અને વાહનની રાહ જોઇને ઉભા રહેલા મુસાફરોનો કચ્ચરઘાણ નિકળી શકે છે. પરિણામે આસપાસમા રહેતા અને સ્થાનિક વાહન ચાલકો દ્વારા માંગ કરવામા આવી રહી છેકે, સર્કલની ફરતે પડેલા મસમોટા ખાડાની સત્વરે મરામત કરવામા આવવી જોઇએ. વાહન ચાલકોએ ચિમકી પણ ઉચ્ચારી હતી કે, સરકાર કે વહિવટી તંત્ર આ રોડની મરામત નહિ કરાવે તો ચૂંટણીમા નુકશાન કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...