તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજનું વીષચક્ર:પિતા- પુત્રે 52 લાખ વ્યાજ લઈ 2.31 કરોડ ચૂકવ્યા, હજુ 3.33 કરોડ બાકી!

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મોટેરાનો વ્યાજખોર પીયૂષ ઝડપાયો - Divya Bhaskar
મોટેરાનો વ્યાજખોર પીયૂષ ઝડપાયો
 • વ્યાજખોરોએ 10, 15 અને 20 ટકા સુધી વ્યાજ વસૂલ્યું, કોરા ચેક પર સહી કરાવી લીધી હતી
 • અડાલજમાં 9 વ્યાજખોરો સામે ફરિયાદ, 1ની ધરપકડ કરાઈ

વ્યાજના વીષચક્રમાં ફસાયેલા કોટેશ્વરના રહીશની પોલીસ ફરિયાદના આધારે અડાલજ પોલીસે 9 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. 5 વર્ષથી વ્યાજના ચક્રમાં ફસાયેલા પિતા-પુત્રએ એક પછી એક કુલ 9 લોકો પાસેથી 52.5 લાખ જેટલા પૈસા લીધા હતા. જેનું 10, 15 અને 20 ટકા વ્યાજ ભરીને તેઓએ 2.31 કરોડ ચૂકવ્યા હતા. આમ છતાં વ્યાજખોરો 3.33 કરોડ જેટલા પૈસા બાકી હોવાનું કહીને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આ અંગે પ્રાપ્ત વધુ માહિતી અનુસાર, ભાટ-કોટેશ્વર રોડ પર આવેલ સંપત રેસીડેન્સીમાં રહેતા રમેશભાઈ મનહરભાઈ પટેલે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જે મુજબ 2015-16માં ટ્રાન્સપોર્ટના ધંધામાં નુકશાન આવતા તેમના પુત્ર સતીષે મોટેરાના પીષુય ભરવાડ પાસે 4.50 લાખ જ્યારે રમેશભાઈએ 10 લાખ લીધા હતા. જેમાં માસિક 10 ટકા વ્યાજની વાત સામે તેણે અઠવાડિયે 10 ટકાનું વ્યાજ વસૂલવાનું ચાલું કરતાં પિતા-પુત્ર વ્યાજના વિષચક્રમાં ફસાતા ગયા હતા.

આરોપીએ કોરા ચેકો પર સહીઓ કરાવીને ખોટા કેસો કરવાની ધમકી આપતા હતા. જેને પગલે પોલીસે મોટેરા-વિસતના 9 શખ્સો સામે મોતની ધમકી અને મની લેન્ડર્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર કેસમાં પીએસઆઈ એમ. જે. શિંદેએ તપાસ શરૂ કરી છે, જેમાં પિયુષ ભરવાડની ધરપકડ કરાઈ છે. જ્યારે બાકીના આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી લેવા પીઆઈ ડી. એ. ચૌધરીએ અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

કોની પાસેથી કેટલા પૈસા લીધા, કેટલા ચૂકવ્યા

પીયુષભાઈ જે. ભરવાડ પાસેથી પિતા-પુત્રે 14.50 લાખ લીધા હતા. માસિક 10 ટકા બાદ અઠવાડિયાના 10 ટકા વ્યાજ લેવાનું ચાલું કર્યું, જેમાં 1.10 કરોડ ચૂકવ્યા હોવા છતાં 2.50 કરોડની માંગણી થતી હતી.

સંગ્રામ ભરવાડ પાસેથી માસિક દોઢ ટકાના વ્યાજે 1.50 લાખ લીધા બાદ 20 ટકા વ્યાજ લેવાનું ચાલુ કર્યું, જેમાં 25 લાખ ચૂકવ્યાં છતાં 17 લાખ માંગે છે.

શૈલેષભાઈ પાસેથી 2 ટકાના વ્યાજે 4.50 લાખ લીધા પછી 15 ટકા વસૂલ્યા જેમાં 18 લાખ ચૂકવ્યાં છતાં 12 લાખ માંગે છે.

ભરતભાઈ ભરવાડ ઉર્ફે હાથી પાસેથી 5 ટકાના વ્યાજે 1.50 લાખ લીધા, જેમાં પછી 20 ટકા વ્યાજ વસૂલાયું, જેમાં 5 લાખ ચૂકવ્યા હજુ 10 લાખ માંગે છે.

સુરેશભાઈ ભરવાડ પાસેથી 10%ના વ્યાજે 2 લાખ લીધા, જેમાં 4 ચૂકવ્યા છતાં 10 લાખની માંગણી કરે છે.

ભોપાભાઈ ભરવાડ પાસે 15 ટકાના વ્યાજે 15 લાખ લીધા, જેમાં 36 લાખ ચૂકવ્યાં છતાં 15 લાખ માંગે છે.

હિતેશ રબારી પાસેથી 20 %ના વ્યાજે 10 લાખ લીધા, જેમાં 16 લાખ ભર્યાં છતાં 10 લાખ માંગે છે. હ્યુન્ડાઈ વરના ગાડી પડાવી લીધી .

ઈન્દરભાઈ સરદાર પાસેથી 10 ટકાના વ્યાજે 2.50 લાખ લીધા, 7.50 લાખ ચૂકવ્યાં છતાં 4 લાખ માંગે છે.

જગદીશ ગોસ્વામી 15 ટકાના વ્યાજે 1 લાખ લીધા સામે 10 લાખ ચૂકવ્યા છતાં 5 લાખ માંગે છે.

ડિસે.-2019માં યુવકે આપઘાતનો પ્રયત્ન કર્યો હતો
ફરિયાદમાં થયેલા દાવા પ્રમાણે, વ્યાજના ચક્રમાંં ફરાયેલા સતીષે 25 ડિસેમ્બર 2019માં અમિયાપુર નર્મદા કેનાલમાં પડી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આસપાસના લોકોએ તેને બચાવી લીધો હતો. જે બાદ 18 જાન્યુઆરી 2021ના રોજ સતીષ ઘર છોડીને ચાલ્યો ગયો હતો, જેની શોધખોળ કરતાં તે ચોટીલાથી મળ્યો હતો, જે બાબતે અડાલજ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો