હુમલો:મારામારીના સાક્ષી યુવક પર 8નો જીવલેણ હુમલો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિના પહેલાં સે. 23માં રબારી યુવક સાથે થયેલી મારામારીની અદાવતમાં હુમલો કર્યો

સેક્ટર 23માં મહિના પહેલાં રબારી સમાજના યુવકને સમાજના જ યુવકો દ્વારા નાણાની લેતીદેતીમા માર મારવામા આવ્યો હતો. જેમા સાક્ષી બનેલા યુવકને આરોપીઓ દ્વારા અગાઉની અદાવત રાખતા જાનેલેવા હુમલો કરવામા આવ્યો હતો. પરિણામે યુવકે સેક્ટર 21 પોલીસ મથકમા 8 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ રાહુલ રમેશભાઇ પંડ્યા (રહે, સેક્ટર 17 ગાંધીનગર) જીટીપીએલમા ટેકનીશિયન તરીકે નોકરી કરે છે. ત્યારે એક મહિના પહેલા તેના મિત્ર મિતેશ રબારી (રહે, નારાયણનગર, વાવોલ)ની સેક્ટર 23મા આવેલી ઓફિસે હાજર હતો. તે સમયે લાભુ રબારી અને તેના મિત્રો આવ્યા હતા અને નાણાની લેતી દેતીમા મારામારી કરી હતી. જે બાબતે સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમા રાહુલ તેના મિત્રના પક્ષમા રહીને પંચનામામા સાક્ષી તરીકે સહિ કરી હતી. તે સમયે લાભુએ કહ્યુ હતુ કે, તુ મિતેશને મદદ કરે છે પણ સાચવીને રહેજે નહિ તો હાથ પગ ભાગી જશે. આ બાબતની અદાવત રાખતા ગતરોજ બપોરના સમયે રાહુલ અને તેનો મિત્ર યુવરાજસિંહ સેક્ટર 23થી સેક્ટર 24મા એક્ટીવા લઇને જવા નિકળ્યા હતા. ત્યારે સેક્ટર 23 ચર્ચ પાસે શ્યામ દેસાઇ (રહે, સંગાથ, નારાયણનગર, વાવોલ), સંદિપ દેસાઇ, લાલો રબારી (રહે, વાવોલ), રાહુલ રબારી (રહે, સેક્ટર 25), સુનિલ રબારી અને પ્રદિપસિંહ જાડેજા (રહે, સંગાથ, નારાયણનગર) આવ્યા હતા અને વાહન રોકાવી જાતિ વિષયક શબ્દો બોલી કહેવા લાગ્યા હતા કે, તારામા બહુ તાકાત આવી ગઇ છે, તને ના પાડવા છતા મિતેષ દેસાઇની મદદ કરે છે, આજે તને જીવતો નહિ રહેવા દઉ.કહેતાની સાથે હાથમા લઇને આવેલી લોખંડની પાઇપોથી જાનલેવા હુમલો કર્યો હતો. જેમા એક વ્યક્તિ પાસે રહેલુ ધારીયુ પગમા માર્યુ હતુ. આ બાબતથી દેકારો મચી જતા લોકો એકઠા થઇ ગયા હતા અને યુવકને મારમાથી બચાવ્યો હતો.

ત્યારબાદ તેના મિત્ર યુવરાજસિંહે રાહુલના પરિવારને જાણ કરતા આવી ગયા હતા અને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમા સારવાર માટે લઇ જવાયો હતો. જેને લઇને લાભુ દેસાઇ, ગણેશ દેસાઇ (બંને રહે, ગાંધીનગર) સહિત ઉપરોક્ત તમામ 8 આરોપીઓ સામે સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...