તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:ટીબીની તપાસ માટે આવતા દર્દીના કેસ પેપર પર ફાસ્ટટ્રેકનો લાલ સિક્કો મરાશે

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીબીની સારવાર પૂર્ણ કરેલા દર્દીઓને યોગની ટ્રેનિંગ આપવામાં આવશે

ટીબીના દર્દીઓને સારવાર અને નિદાનમાં પ્રાથમિક્તા આપવા માટે કેસ પેપર ઉપર લાલ રંગનો ફાસ્ટટ્રેક સિક્કો મારવામાં આવશે. ઉપરાંત ટીબીની સારવારથી સાજા થયેલા દર્દીઓને યોગની તાલીમ આપીને ટ્રેનર બનાવવામાં આવશે. ત્યારબાદ વિશ્વ યોગ દિવસના દિવસે તેઓને યોગાના કાર્યક્રમોમાં સામેલ કરાશે. જિલ્લાને ટીબી મુક્ત કરવા માટે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજમાં ટીબી ફોરમ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીની બેઠક યોજાઈ હતી.

જેમાં મેડિકલ કોલેજના વિવિધ વિભાગના હેડની સાથે બેઠક કરીને ટીબીના કેટલા કેસ શોધ્યા તેની ચર્ચા કરાઈ હતી. ઉપરાંત વધુને વધુ ટીબીના દર્દીઓ શોધવા માટે તમામ વિભાગોના હેડને આદેશ કર્યો હતો. ઉપરાંત ટીબીના દર્દીઓ હોસ્પિટલમાં આવે ત્યારે કેસ કઢાવવાથી લઇને નિદાન અને સારવાર માટે લાઇનમાં ઉભા રહેવું પડે નહી તે રીતે પ્રાથમિકતા આપવામાં આવશે. ટીબી ચેપી હોવાથી લાઇનમાં ઉભા રહેલા ટીબીના દર્દીના સંપર્કમાં આવેલી અન્ય વ્યક્તિઓને ઇન્ફેક્શન લાગે નહી તે માટે લાલ સિક્કો મારવાનો નિર્ણય લેવાયો હોવાનું ક્ષય વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...