આર યા પારની લડાઈ:મુખ્યમંત્રી સહિત 7 મંત્રીના ઘરે ખેડૂતો ધરણાં કરશે, 12 ​​​​​​​દિવસથી ખેડૂતો લડત ચલાવી રહ્યા છે

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડૂતોના પડતર પ્રશ્નોના લઈ છેલ્લા બારેક દિવસથી લડત ચલાવી રહેલા ધરતીપુત્રોનો પ્રશ્નો સરકાર નહીં સાંભળતા ઉગ્ર સ્વરૂપ આપવાનો નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી સહિત સાત મંત્રીઓના ઘરે ધરણાં કરવાનું ભારતીય કિસાન સંગે જણાવ્યું છે. ખેડૂતોના ધીરજ ખુટી પડતા હવે આર્ યા પારની લડાઈ લડવાનું નક્કી કર્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

ભારતીય કિસાન સંઘની પ્રદેશ કક્ષાની તેમજ જિલ્લાઓના પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારોની મળેલી બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોના મામલે હવે રાજ્ય સરકારની આંખ ઉઘાડવાનો સમય પાકી ગયો હોવાનો સૂર ઉઠ્યો હતો.મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના ઘરે ધરણા કાર્યક્રમ વખતે ખેડૂતો તેઓના ઘરનાં ચા-પાણી તેમજ ભોજન પણ કશે નહીં. ઉપરાંત ખેડૂતો પોતાના ઘરેથી બેસવા માટે આસનની સાથે ભોજનનું ભાથુ લઇને મુખ્યમંત્રી સહિત મંત્રીઓના નિવાસ્થાને ધરણા કાર્યક્રમ માટે પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...