તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતની હાલત દયનિય:ખાતરના ભાવવધારાના વિરોધમાં ખેડૂતો ઘરે ઉપવાસ આંદોલન કરશે

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસક્રોઈ તાલુકાના કોંગ્રેસ પ્રમુખની ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા કૃષિમંત્રી , ગુજરાતના CMને ઉગ્ર રજૂઆત

કેન્દ્ર દ્વારા ખાતરના ભાવમા 46 થી 58 ટકાના વધારાે થતા ખેડૂતની હાલત દયનિય થઈ છે.ત્યારે ભાવ વધારો પરત ખેંચી જૂના ભાવે વેચાણ કરવા દસક્રોઈ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને ઇ મેલથી રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયુ છે કે આગામી સાત દિવસમાં ભાવ વધારો પરત ખેંચવામાં નહિ આવે તો 19 મેના રોજ ગુજરાતના લાખો કિસાનો પોતાના ઘેર આંદોલન કરશે.આમ છતાં ભાવ વધારો પરત ખેંચવામાં નહિ આવે તો ના છૂટકે સવિનય કાનૂન ભંગ કરી રોડ પર ઉતરવા ચીમકી અપાઈ છે.

દસક્રોઈ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે ફેબ્રુઆરીમાં તાલુકા જિલ્લાની ચૂંટણીમા ભાજપની જીત થતા ભાવ વધારો જીકી દીધો છે. અહીં ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા મટિરિયલની કિંમત વધતી હતી ત્યારે સરકાર સબસીડી વધારી સસ્તું ખાતર આપતી હતી તે નીતિ અપનાવી સબસીડી વધારવી જોઈએ .જૂનું ખાતર ગુજરાત પાસે છે તે જુના ભાવે આપે અને નવા ખાતરનો ભાવ વધારો પરત ખેચાયતો ખેડૂતોને રાહત થાય.

અન્ય સમાચારો પણ છે...