ખેડુતોને સ્માર્ટફોન આપવાની યોજના શરૂ:ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા 10 ટકા જ સહાય અપાશે

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટફોન માટે ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે

સરકારે ખેડુતોને સ્માર્ટફોન આપવાની યોજના શરૂ કરી છે. તેમાં સ્માર્ટફોનની મૂળ કિંમતના 10 ટકા જ સહાય ખેડુતોને આપવામાં આવશે. ખેડુતોને આ યોજનાનો લાભ લેવા ખેડુત આઇ-પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. ખેડુતોને પણ ટેકનોલોજીની સાથે જોડીને ખેતીને લગતા પાક, બિયારણ, ખાતર, રોગને લગતી દવા સહિતની માહિતી ઘરે બેઠા સ્માર્ટફોનના માધ્યમથી મળી રહે તે માટે સ્માર્ટફોન યોજના શરૂ કરી છે. તેમાં ખેડુતોને એક ખાતા ઉપર એક જ વખત સ્માર્ટફોનની યોજનાનો લાભ આપવામાં આવશે.

જોકે સ્માર્ટફોન યોજનામાં સ્માર્ટફોનની મૂળ કિંમતની 10 ટકા સહાય અથવા રૂપિયા 1500 બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવાની જોગવાઇ નક્કી કરવામાં આવી છે. ખેડુતે સ્માર્ટફોન યોજનાનો લાભ લેવો હોય તો તેના માટે જરૂરી અને નક્કી કરેલા આધાર પુરાવા સાથે ખેડુત-આઇ પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. જોકે હાલમાં રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડુત આઇ-પોર્ટલ ઓપન કરવામાં આવી નથી.

આથી સ્માર્ટફોન માટે ખેડુત આઇ પોર્ટલ ઓપન કરે તે સમયે ખેડુતોએ અરજી કરવાની રહેશે. ખેડુતે કરેલી અરજીની તાલુકા કે સબંધિત વિસ્તરણ અધિકારી (ખેતી)એ ચકાસણી કરી તેના આધારે પાત્રતા ધરાવે છે કે બિનપાત્રતા સ્ટેટસ નિયમિત અપડેટ કરવાનું રહેશે. સંજોગોવસાત સ્ટેટસમાં ફેરફાર કરવાનો થાય તો દિન-15માં જિલ્લા ખેતીવાડી અધિકારીની મંજુરીથી કરવાની રહેશે. આ ઉપરાંત મંજુરીના કારણો પણ નોંધવાના રહેશે તેવો ઉલ્લેખ કૃષિ વિભાગના આદેશમાં કરવામાં આવ્યો છે.સરકારે ખેડુતોને સ્માર્ટફોન આપવાની યોજના શરૂ કરી છે. તેમાં સ્માર્ટફોનની મૂળ કિંમતના 10 ટકા જ સહાય ખેડુતોને આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...