ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પોતાની જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવી શકે તે માટેની સુવિધા મદદનીશ ખેતી નિયામક દ્વારા કરવામાં આવી છે. ખેડૂતો પોતાની જમીન અને પાણીનું પૃથ્થકરણ સેકટર-15 ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળામાં કરાવી શકે છે.
જમીનના પૃથ્થકરણથી જમીનની તાસીર જાણી શકાય છે. તેમજ ખુટતા પોષક તત્વોની ખબર પડે છે, જેથી જરૂર પુરતાં ખાતરો આપવાથી ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને પાક ઉત્પાદનનો ખર્ચ ઘટાડી શકાય છે. જે ખેડૂતો પોતાની જમીન તથા પાણીનું પૃથ્થકરણ કરાવવા માંગતા હોય તો, યોગ્ય પધ્ધતિથી નમૂનો લઇ ગ-પ સર્કલ નજીક આવેલી મદદનીશ ખેતી નિયામક જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે જમા કરાવવાનો રહેશે.
પ્રયેક નમુના દીઠ 15 રૂપિયા ફી ચલણથી બેંકમાં ભરવાની રહેશે. ત્યારબાદ નમુનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે. મદદનીશ ખેતી નિયામક ગાંધીનગરે જિલ્લાના ખેડૂતો જમીન ચકાસણીનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પોતાની જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવી શકે તે માટેની સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી છે જેમાં આગામી દિવસોમાં ખેડૂતો તેમની જમીન અને પાણીની ચકાસણી કરાવી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામા આવી છે જેમાં ખેડૂતો નજીવા દરથી આવી ચકાસણી કરાવી શકશે તેથી હવે ખેડૂતોને આ માટે વધારે ખર્ચ કરવો નહી પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.