વિરોધ પ્રદર્શન:ગાંધીનગરની રચના સમયે મહામૂલી જમીન આપનાર 7 ગામના ખેડૂતોની રાજભવન તરફ કૂચ, બેનરો સાથે સૂત્રોચારો કર્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરની રચના સમયે મહામૂલી જમીન આપનાર સાત ગામોના ગ્રામજનોના પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ નહીં આવતાં આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ રાજભવન તરફ કૂચ કરી ભારે સૂત્રોચારો કરતાં પોલીસ દોડતી થઇ ગઈ હતી.

રાજ્યના પાટનગર ગાંધીનગરની રચના સમયે સરકાર દ્વારા સાત ગામના ખેડૂતોની સંપાદન કરી લેવાઈ હતી. પરંતુ રચના સમયે મહામૂલી જમીન આપનાર ખેડૂતોને હજી સુધી શહેર સમકક્ષ સુવિધાઓ નહીં મળવા સહિતના પ્રશ્નોનું નિરાકરણ આવી આવ્યું નથી. છેલ્લે મુખ્યમંત્રી સાથે પણ મિટિંગ યોજાઈ હતી. જેમાં પણ અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં ગાંધીનગરનાં ઈંદ્રોડા ગામે પ્રતિક ઉપવાસ અને ધરણા યોજવામાં આવ્યા હતા.

પાટનગર ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે આસપાસના પાલજ, બાસણ, બોરીજ ઇન્દ્રોડા, ધોળાકુવા, આદીવાડા, ફતેપુરા ગામોની જમીન સંપાદિત કરીને શહેર વસાવામાં આવ્યું હતું. ત્યારે આ ગામના અસરગ્રસ્ત ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી તેમની પડતર માગણીઓ સંદર્ભે ગાંધીનગરમાં વિવિધ અધિકારીઓને રજૂઆત કરતા આવ્યા છે પરંતુ તેમનું કોઈ સાંભળવા તૈયાર નથી. ત્રણ મહિના અગાઉ રાજ્યના મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક કરી હતી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે માર્ગ મકાન વિભાગ તેમજ અન્ય અધિકારી, કર્મચારીઓને સૂચના આપી હતી.

આ ગ્રામ્ય વિસ્તારમાં સરકાર ગેરકાયદેસર ગણી રહી છે તેવા બાંધકામોને મંજૂર કરવા તેમજ શહેર સમકક્ષ સુવિધાઓ આ ગામોમાં આપવા માટે મુખ્ય માગણી હતી. જોકે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ છેલ્લા ત્રણ મહિનાથી ગ્રામજનોના પ્રશ્નો સંદર્ભે કોઈ જ ગતિવિધિ શરૃ કરવામાં આવી નથી. જેના પગલે ખેડૂતો સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. જે અન્વયે આજે સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ બેનરો સાથે રાજભવન તરફ કૂચ કરીને ભારે સૂત્રોચારો કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...