તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ વિભાગે નિયમ બદલાવ્યા:ખેડૂતો તાર ફેન્સિંગ યોજનામાં લોખંડ કે ગેલ્વેનાઇઝના થાંભલા વાપરી શકાશે, સેકન્ડ ગ્રેડ બેલાની દિવાલ બનાવી શકશે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વન્ય પ્રાણઓથી ખેતપાકમાં થતાં નુકસાન અટકાવવા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા તાર ફ્રેન્સીંગની યોજનામાં ફેરફાર કર્યો છે. જેમાં અગાઉ માત્ર કોંક્રિટના જ થાંભલાનો ઉપયોગ કરવાનો હતો. તેમાં હવેથી લોખંડ કે ગેલ્વેનાઇઝના થાંભલાનો પણ ઉપયોગ કરી શકાશે. તાર ફ્રેન્સીંગના નિયમમાં કરાયેલા ફેરફારથી ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાં ખેતરમાં લહેરાતા પાકને વન્ય પ્રાણીઓ નીલગાય, શિયાળ સહિતના નુકસાન કરતા હતા. ઉપરાંત ભૂંડના ત્રાસથી કંટાળીને ખેડૂતો દ્વારા વાડ કરવામાં આવતી હતી. પરંતુ આર્થિક રીતે પોષાતુ નહી હોવાથી ખેતરના ઉભા પાકને પ્રાણીઓ દ્વારા થતાં નુકસાનને દુર કરવા કાંટાળી તારની વાડની યોજના રાજ્યના કૃષિ વિભાગે શરૂ કરી છે.

તારની કાંટાળી વાડ કરવામાં માત્ર કોંક્રિટના થાંભલાનો જ ઉપયોગ કરવાની યોજનામાં જોગવાઇ કરી હતી. જોકે કોંક્રિટના થાંભલા તૂટી જવા કે ભાગી જવાના કિસ્સા બનતા હોવાથી કાંટાળી તારની વાડ કરવા છતાં પરિસ્થિત જૈસે થે જેવી બની રહી હતી. આથી કાંટાળી તારની વાડમાં લોખંડ કે ગેલ્વેનાઇઝના થાંભલાના ઉપયોગની માંગણી ખેડુતોએ કરી હતી. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેતરમાં કાંટાળી તારની વાડ માટે કોંક્રિટના થાંભલામાં ફેરફાર કરાયો છે.

ખેતરમાં કાંટાળી તારની વાડ માટે થાંભલા કેટલા જમીનમાં રાખવા અને કેટલી સાઇઝમાં ફેરફાર કરાયો છે. ઉપરાંત કોક્રિંટના થાંભલાને બદલે લોખંડ કે ગેલ્વેનાઇઝના થાંભાલનો ઉપયોગ કરી શકાશે. કાંટાળી વાડની નીચેથી પશુ ખેતરમાં પ્રવેશે નહી તે માટે તારની વાડની ડિઝાઇનમાં લોખંડની જાળી પણ રાખી શકાશે. ઉપરાંત તારની ફ્રેન્સીંગને બદલે ઓછા સેકન્ડ ગ્રેડ બેલાની (ચુનાનો પથ્થર) દિવાલ બનાવી શકાશેનો સુધારો ફ્રેન્સીંગની જોગવાઇમાં ફેરફાર કર્યા હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો