વિરોધ કાર્યક્રમ:ખેડૂતોના ગાંધીનગર બંધના એલાનને મિશ્ર પ્રત્યાઘાતો, અમુક વેપારીઓએ ખેડૂતોના હિતમાં ધંધા બંધ રાખ્યા

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિસાન સંઘ 11 દિવસથી સતત વિરોધ કાર્યક્રમ ચલાવી રહ્યું છે

ખેતી માટે આપવામાં થતી 8 કલાક વીજળીમાં પણ અનિયમિતતા દાખવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે છેલ્લા 11 માં દિવસથી લડત ચલાવી રહેલા ખેડૂતોએ આજે ગાંધીનગર બંધનું એલાન કર્યું હતું. જેમાં મિશ્ર પતિ યાદો મળ્યા હતા અમુક વેપારીઓએ ખેડૂતોને હિતમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આવક બમણી કરવાની વાતો કરી રહી છે. જ્યારે બીજી તરફ ખેતી માટે પૂરતી 8 કલાક વીજળી પણ આપવામાં આવતી નથી. ઉપરાંત સૂર્યોદય તેમજ સ્કાય જવી ખેડૂતોના હિતની યોજનાઓને બંધ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી બાજુ બિયારણ તેમજ ખાતરના ભાવ વધી રહ્યા છે. ઉપરાંત ખેત પેદાશોના ટેકાના ભાવ પણ પોષણયુક્ત નહીં મળી રહેતા ખેડૂતોની હાલત પડ્યા ઉપર પાટું મારવા જેવી બની રહી છે.

ખેડૂતોને ખેતી માટે આઠ કલાક વીજળી નિયમિત આપવા માટે કોઈપણ યોજના બનાવવામાં આવતી નથી. જ્યારે બીજી તરફ ઉદ્યોગોને વીજળીની લ્હાણી કરવામાં આવી રહી છે. ત્યારે ખેતીપ્રધાનના દેશમાં ખેડૂતો માટે ખેતી કરવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું કપરૂં બની રહ્યું હોવાનું આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. ખેડૂતોને ખેતી માટે વિજળીના મામલે થતા અન્યાયના વિરોધમાં ભારતીય કિસાન સંઘ છેલ્લા 11 દિવસથી સતત વિરોધ કાર્યક્રમ ચલાવી રહ્યું છે.

ખેડૂતો દ્વારા ધારણા, રેલી તેમજ રાજ્ય સરકારની આંખ ઉઘડે તે માટે ભગવાનની કથા સહિતના વિરોધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર તરફથી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે કોઈપણ પ્રકારનું નક્કર આયોજન કરવામાં આવી રહ્યું નથી. ઉપરાંત વાટાઘાટો કરવા માટે ખેડૂતો સાથે બેઠકો પણ કરવામાં આવી આતી નહીં હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે.

ભારતીય કિસાન સંઘ દ્વારા રસ્તાઓ કો માર્કેટયાર્ડ બંધ સહિતના વિરોધ કાર્યક્રમ બાદ સોમવારે ગાંધીનગર જિલ્લામાં બંધનું એલાન કર્યું હતું. જોકે બંધના એલાનને ગાંધીનગરમાં મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. અમુક વેપારીઓએ ખેડૂતોના હિતમાં પોતાના ધંધા રોજગારને સવારે ખુલ્યા બાદ બંધ કરી દીધા હતા. પરંતુ અમુક વેપારીઓએ પોતાના ધંધા રોજગારને ચાલુ જ રાખ્યા હતા.

નગરના મોટાભાગના બજારો સોમવારે બંધ રહે છે, વેપારીઓમાં પ્રશ્નો ઉઠ્યા
ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં સોમવારે બંધના એલાનની જાહેરાત કરી હતી. જોકે ગાંધીનગરના બજારો દર સોમવારે બંધ રહેતા હોવાથી બંધનું એલાન સફળ ગણવું કે નહીં તેવા પ્રશ્નો વેપારીઓમાં ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...