તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતી:વાવણીના સમયે જ બજારમાં મળતા નકલી બિયારણની ભરમાળથી છેતરાતા ખેડૂતો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજ સ્ફૂરણના ટકા અને કયા વર્ષનું ઉત્પાદન છે તેની ચકાસણી કરવા અપીલ

ખરીફ પાકના વાવેતરના સમયમાં બિયારણની ખરીદી વખતે ખેડુતોએ સર્ટીફાઇડ બિયારણની જ ખરીદી કરવી જોઇએ. ઉપરાંત બીજ સ્ફુરણના ટકા અને કયા વર્ષનું ઉત્પાદન સહિતની બાબતોની તપાસ કર્યા બાદ બિયારણની ખરીદી ખેડુતોએ કરવી જોઇએ. જોકે વાવેતરના સમયમાં બિલાડીના ટોપની જેમ નકલી બિયારણની બજારમાં ભરમાળથી ખેડુતો છેતરાતા હોય છે. ત્યારે આવા સમયે ખેડૂતોને સાવચેત રહેવા ે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.

હાલમાં ખરીફ પાકના વાવેતરની સીઝન ચાલી રહી છે. ત્યારે નકલી બિયારણવાળી કંપનીઓ બિલાડીના ટોપની જેમ ફુટી નિકળે છે. નકલી બિયારણવાળા મોટી અને ખોટી વાતો કરીને ખેડુતોને બિયારણ પધરાવી દેતા હોય છે. આથી ખેડુતો નકલી બિયારણનો ભોગ બને નહી તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને બિયારણ સબંધિત જાણકારી આપવામાં આવી છે. બિયારણની ખરીદી હંમેશા કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલા સુધારેલ કે સંકર જાતોનું જ બીયારણ ખરીદવું જોઇએ. જોકે સંકર જાતનું સુધારેલું બિયારણ માત્ર ગુજરાત રાજ્ય બીજ નિગમનું જ ખરીદવું જોઇએ. ગુજરાત રાજ્ય બીજ નિગમ પોતાના માન્ય ડિલરોને જ બિયારણ આપતું હોવાથી ત્યાંથી જ ખેડુતોએ ખરીદવું જોઇએ. બિયારણની પેકિંગ બેગ ઉપર ઉત્પાદકની તપાસ કરીને ખરીદી કરવી જોઇએ.

ખરીફ પાકોમાં રાસાયણિક ખાતરની વ્યવસ્થાપન
ખરીફ પાક ઉત્પાદનમાં ખાતરનો 40 ટકા ફાળો હોય છે. ખેતીમાં કુલ ખર્ચના 6થી 16 ટકા ખર્ચ ખાતર પાછળ થાય છે. ખાતર નાંખ્યા પછી પાક તેનો ફક્ત 34થી 58 ટકા નાઇટ્રોજન અને 17થી 20 ટકા ફોસ્ફરસનો જ ઉપયોગ કરી શકે છે. જ્યારે બાકીના તત્વો હવામાં ઉડી કે ધોવાઇ જમીનમાંં ઉતરી જાય છે. આથી ખાતરની યોગ્ય પસંદગી અને તેનો સંતુલિત તેમજ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે કરતા ખાતરના તત્વોનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...