કાર્યક્રમ:ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોને મંત્રી ન મળતા ધરમધક્કો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે

ભારતમાલા પ્રોજેક્ટને રદ કરવામાં આવે અન્ય ખેસડવામાં આવે તેવી રજુઆત કરવા માટે ખેડુતો મંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. પરંતુ મંત્રી હાજર નહી હોવાથી ધરમધક્કો પડ્યો હોવાનું ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડુતોએ જણાવ્યું છે. આથી ભારતમાલા પ્રોજેક્ટના વિરોધ માટે તારીખ 11મી, મંગળવારે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. છેલ્લા ચારેક દિવસથી ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં પ્રતિક ઉપવાસનું આંદોલન અસરગ્રસ્ત ખેડુતો ચલાવી રહ્યા છે.

જોકે ભારતમાલા પ્રોજેક્ટથી ખેડુતોને કેવા કેવા પ્રકારનું નુકશાન થઇ રહ્યું છે. તેની રજુઆત માટે અસરગ્રસ્ત ખેડુતોએ મંત્રીને મળવાનો સમય માંગ્યો હતો. પરંતુ મંત્રીઓ સમય આપતા નહી હોવાથી ખેડુતોની ધીરજ ખૂટી પડતા સત્યાગ્રહ છાવણી ખાતે અનશન ઉપર બેઠીને વિરોધ કાર્યક્રમ યોજવાનો હતો. જોકે અસરગ્રસ્ત ખેડુતો વિરોધ કરે પહેલાં જ અટકાયત કરી લીધી હતી. સતત ત્રણ દિવસ ખેડુતોની અટકાયત બાદ તારીખ 10મી, સોમવારના રોજ મળવાનો સમય આપ્યો હતો. આથી ખેડુતો મંત્રીને મળવા માટે પહોંચ્યા હતા.

જોકે મંત્રી હાજર નહી હોવાથી ખેડુતોને નહી મળવાથી નારાજગી ઉઠવા પામી છે. અગાઉથી મળવા માટે સમય આપવા છતાં મંત્રી નહીં મળતા ખેડુતો પોતાની ઉપવાસ કાર્યક્રમ સત્યાગ્રહ છાવણી ખાતે યોજાશે. ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડુતોનો ઉપવાસ આંદોલન ગામમાં કરવામાં આવતો હતો.

પરંતુ રાજ્ય સરકારે કોઇ જ નિર્ણય નહી લેતા ખેડુતો હવે આર યા પારની લડાઇ લડવા તૈયાર થયા છે. જેને પગલે તારીખ 11મી, મંગળવારે સત્યાગ્રહ છાવણી ખાતે ખેડુતોએ ચાલુ રાખેલા ઉપવાસ આંદોલનને હવે ગ્રામ્ય વિસ્તારમાં નહી પરંતુ ગાંધીનગર મહાનગર પાલિકાના સેક્ટર-6ના સત્યાગ્રહ છાવણી ખાતે યોજવામાં આવશે. જોકે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા હતા. તેમ છતાં ખેડુતો પોતાની માંગણી ઉપર અડગ રહીને વિરોધ કાર્યક્રમો ચાલુ રાખવાનો કમિટીએ નિર્ણય લીધો હોવાનું ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડુતોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...