ખેડૂતોની મિટિંગમાં એક સૂર ઊઠ્યો:ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન ન આપવા ખેડૂતો મક્કમ ખેડૂતોની સરકારની ખુરશીના પાયા હલાવી દેવાની ચીમકી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મગોડીમાં ખેડૂતોની બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
મગોડીમાં ખેડૂતોની બેઠક યોજાઇ હતી.
  • પોતાના ગામમાંથી રોડ નહીં નીકળવા દેવાનો મગોડી ખાતે મળેલી ખેડૂતોની મિટિંગમાં એક સૂર ઊઠ્યો

જિલ્લાની ફળદ્રુપ અને ગ્રીનબિલ્ટવાળી જમીનને ભારતમાલા પ્રોજેક્ટના રોડ માટે નહીં આપવાનો નિર્ધાર ખેડૂતોએ આજરોજ મળેલી બેઠકમાં કર્યો છે. સરકાર નહીં માને તો તેની ખુશી ના પાયા હચમચાવી નાખવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. ભારતમાલા પ્રોજેક્ટ થકી થરાદ થી લઇ રોડ બનાવવામાં આવનાર હોવાથી તેના માટે જિલ્લાની ગ્રીનબિલ્ટ વાળી ફળદ્રુપ જમીનનો ઉપયોગ થવાનો છે. ત્યારે ખેડૂતો પોતાની મહામુલી અને રોજી આપતી જમીન નહીં આપવાનો નિર્ધાર કર્યો છે.

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પોતાના ગામમાંથી રોડ નહીં નીકળવા દેવાનો મગોડી ખાતે મળેલી ખેડૂતોની મિટિંગમાં એક સૂર ઊઠવા પામ્યો છે. ત્યારે ભારતમાલા પ્રોજેક્ટને લઈ હવે મામલો વધારે પેચીદો અને વિરોધવાળો બની રહે તેવી શક્યતા લાગી રહી છે. ભારતમાલા પ્રોજેક્ટને લઈને આગામી સમયમાં ગાંધીનગર ખાતે ખેડૂતોની મહારેલી સહિતના વિરોધ કાર્યક્રમ યોજવાનું પણ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લાની જમીન ખેતીલાયક તેમજ ફળદ્રુપ છે. તેની સાથે સાથે ભૂગર્ભ જળ પણ ઊંચા હોવાથી કોઈપણ સંજોગોમાં પોતાની આવી ફળદ્રુપ જમીનને રોડ માટે નહીં આપવાનો સંકલ્પ કર્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. વધુમાં પોતાની રોજીરોટી આપતી આવી ફળદ્રુપ જમીનને પોતાનો જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ તેવા સુર સાથે ઉગ્ર આક્રોશ ખેડૂતોમાં ઉઠ્યો છે.

સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને યેનકેન પ્રકારે ખેડૂતોની જમીન લઈ લેવાનો પડદા પાછળની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આ પ્રોજેક્ટમાં જતી જમીનના માલિક તેવા ખેડૂતોને સામૂહિક નોટિસ આપવાને બદલે વ્યક્તિગત આપવામાં આવી રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

એક જ ગામના અને રોડના એક જ પટ્ટામાં જમીન આવતી હોવા છતાં દરેક ખેડૂતોને અલગ અલગ નોટિસો આપવામાં આવી રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. ત્યારે હવે પોતાનો જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ તેવા દ્રઢ સંકલ્પ સાથે સરકારનો ઉગ્ર વિરોધ કરવાનું નક્કી મિટિંગમાં કરવામાં આવ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. જો સરકાર યેનકેન પ્રકારે દબાણ કરશે તો તેની ખુરશીના પાયા પણ હચમચાવી નાખવાની ચીમકી ઉચ્ચારી હોવાનું મિટિંગમાં ઉપસ્થિત ખેડૂતોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...